
ગુજરાત ભાજપ દ્વારા તાજેતરમાં જ સંગઠનને વધુ સુદ્રઢ અને સક્રિય બનાવવાના હેતુથી અગત્યની સંગઠનાત્મક નિમણૂકો કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની આગેવાની હેઠળ 6 જિલ્લા અને મહાનગરના નવનિયુક્ત પ્રભારીઓની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે પ્રદેશ કારોબારી સમિતિમાં 11 અનુભવી નેતાઓની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, પક્ષના કામકાજને ઝોન કક્ષાએ વધુ વેગવંતું બનાવવા માટે સેલ સંકુલ યોજના હેઠળ ચારેય ઝોનમાં સહ-પ્રભારીઓની પણ જાહેરાત કરાઈ છે. પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંત કોરાટ દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદી મુજબ તમામ હોદ્દેદારોની નિમણૂક તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે.
6 જિલ્લા અને મહાનગરો માટે પ્રભારીઓની તાત્કાલિક અસરથી જવાબદારી સોંપવામાં આવી છે..
| ક્રમ | જિલ્લો/મહાનગર | પ્રભારીનું નામ | નિવાસી જિલ્લો/મહાનગર |
| ૧ | આણંદ | રાજેન્દ્રભાઈ ત્રિવેદી | વડોદરા શહેર |
| ૨ | નર્મદા | ડૉ. મુકેશભાઈ રાઠવા | છોટાઉદેપુર |
| ૩ | દાહોદ | શશિકાંતભાઈ પંડ્યા | બનાસકાંઠા |
| ૪ | ગીર સોમનાથ | શરદભાઈ લાખાણી | અમરેલી |
| ૫ | મહીસાગર | વિશાલભાઈ ભરવાડ | કર્ણાવતી |
| ૬ | ડાંગ | શિલ્પેશભાઈ દેસાઈ | વલસાડ |
પ્રદેશ કારોબારીના નવા સભ્યો
અન્ય જવાબદારીઓ મળવાને કારણે ખાલી પડેલી જગ્યાઓ પર 11 જેટલા અનુભવી નેતાઓની પ્રદેશ કારોબારી સભ્ય તરીકે નિમણૂક કરાઈ છે…
- રાજેન્દ્રભાઈ ત્રિવેદી (વડોદરા શહેર)
- ડૉ. મુકેશભાઈ રાઠવા (છોટાઉદેપુર)
- શરદભાઈ લાખાણી (અમરેલી)
- કિશોરભાઈ ગાવિત (ડાંગ)
- મનીષભાઈ પટેલ (કર્ણાવતી)
- અરુણાબેન ચૌધરી (ગાંધીનગર જિલ્લો)
- શિલ્પેશભાઈ દેસાઈ (વલસાડ)
- વિશાલભાઈ ભરવાડ (કર્ણાવતી)
- નંદિતાબેન ઠાકુર (ખેડા)
- ડૉ. જાનકીબેન આચાર્ય (કર્ણાવતી)
- કનુભાઈ અરવિંદભાઈ પટેલ (મહેસાણા)
