Gujarat ATS: અલકાયદા સાથે સંકળાયેલા 4ને ATSએ ઝડપ્યા, અરવલ્લીમાંથી બે આતંકવાદીઓની ધરપકડ

ગુજરાત ATS આતંકવાદી પ્રવૃત્તિઓ કરતા લોકોને ઝડપી પાડવા માટે સક્રિય થઈ ગઈ છે. ગત મે મહિનામાં ATSએ પાકિસ્તાન જાસૂસી કરતાં એક વ્યક્તિની ધરપકડ કરી હતી. હવે આતંકી સંગઠન અલકાયદા ઈન્ડિયાના ચાર આતંકીઓને ઝડપી પાડ્યા છે. ATSએ દિલ્હી, ગુજરાતમાં અરવલ્લી અને ઉત્તર પ્રદેશથી આ આતંકીઓને ઝડપી પાડ્યાં છે. આ ચારેય આતંકીઓ લાંબા સમયથી ગુજરાત એટીએસની રડારમાં હતાં.

ગુજરાત ATSએ દિલ્હી, ગુજરાતમાં અરવલ્લી અને ઉત્તર પ્રદેશમાં સક્રિય થયેલા આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો પર બાજ નજર રાખી હતી. લાંબા સમયથી આ ચારેય આંતકવાદીઓ એટીએસની રડારમાં હતાં. તપાસ દરમિયાન ગુજરાતના અરવલ્લીમાંથી બે આતંકવાદીઓ ઝડપાયા છે. જ્યારે દિલ્હીના નોઈડા અને ઉત્તર પ્રદેશથી એક-એક આતંકવાદીને ઝડપી પાડવામાં આવ્યો છે.

ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા ચારેય આતંકવાદીઓ રેડિક્લાઈઝ થયા હતાં. દેશમાં આતંકી પ્રવૃત્તિ કરવા માટે સક્રિય થયેલા આ આતંકવાદીઓને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એટીએસની ટીમે અલકાયદા મોડ્યુલનો ખુલાસો કર્યો છે. ગુજરાતમાંથી બે આતંકવાદીઓ ઝડપાતા તપાસ એજન્સી એલર્ટ થઈ ગઈ છે. દેશ અને રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિને રોકવા માટે તપાસ એજન્સીઓ સક્રિય થઈ હતી.

ગુજરાત ATSના અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ચારેય છેલ્લા ઘણા સમયથી અલકાયદાના મોડલથી કનેક્ટ હતા. તેઓ સોશિયલ મીડિયા અને અલગ અલગ પ્લેટફોર્મથી અલકાયદાના સંપર્કમાં આવ્યા હતા. તેઓ કેટલાંક ગ્રુપમાં પણ સક્રિય હતા. તેઓ આતંકવાદી વિચારધારાની આપ-લેની સાથે કટ્ટર માનસિકતા ધરાવતા હતા. સમગ્ર બાબતે ATSની સર્વેલન્સ ટીમે સ્કેન કરતા એમાં ચાર વ્યક્તિ સતત સક્રિય હતી અને ગુજરાતની હિલચાલ વિશે પણ ચર્ચા કરતી હતી. એ સંદર્ભે હાલ તેમની ધરપકડ કરવામાં આવી છે. આ ચારમાંથી ત્રણ વ્યક્તિ ગુજરાતમાંથી પકડાઈ છે, જ્યારે અન્ય એક બીજા રાજ્યમાંથી ઝડપાઈ હોવાનું ગુજરાત ATSના અધિકારીઓ જણાવી રહ્યા છે.

બીજી તરફ કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ અને કેટલીક ચેટ્સ પણ ગુજરાત ATSને મળી છે અને એ દિશામાં પણ હવે નવી તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ ઓટો ડિલિટ થઈ જતી એપ્લિકેશન પણ આ લોકો ઉપયોગ કરતા હોવાનું હાલ ગુજરાત ATS પાસેથી જાણવા મળી રહ્યું છે.

ઝડપાયેલા ચાર આરોપી

મોહમ્મદ ફૈક મોહમ્મદ રિઝવાન (રહે. ફરાસખાના, દિલ્હી)
મોહમ્મદ ફરદીન મોહમ્મદ રઈસ (રહે. ફતેહવાડી, અમદાવાદ)
સેફુલ્લા કુરેશી મહમદ રફીક (રહે. ભોઇવાડા, મોડાસા)
⁠ઝીશાન અલી આસિફ અલી (રહે. સેક્ટર 63, નોઈડા)

આ પણ વાંચો, Ahmedabad: આજે અમદાવાદના શાહપુર બંધનું એલાન, DCP સહિત પોલીસ કાફલો નીકળ્યો રાઉન્ડ અપ પર

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *