ગુજરાત સાયન્સ સિટીમાં 27-29 માર્ચે “સાયન્સ કાર્નિવલ 2026”નો ભવ્ય મહોત્સવ

ગુજરાત સાયન્સ સિટી ખાતે 27 થી 29 માર્ચ દરમિયાન “સાયન્સ કાર્નિવલ 2026”નું ભવ્ય આયોજન

ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી (GCSC) દ્વારા વર્ષ 2007થી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી વિશાળ સ્તરે કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વૈજ્ઞાનિક સંસ્થાઓની સક્રિય ભાગીદારી રહે છે. આ પરંપરાને આગળ વધારતા GCSC દ્વારા ગુજરાત સાયન્સ સિટી ખાતે 27 થી 29 માર્ચ 2026 દરમિયાન ત્રણ દિવસીય “સાયન્સ કાર્નિવલ 2026” નું આયોજન કરવામાં આવ્યું છે.

આ સાયન્સ કાર્નિવલ દરમિયાન વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય જનતા માટે વિવિધ વૈજ્ઞાનિક અને રસપ્રદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. મુખ્ય આકર્ષણો નીચે મુજબ રહેશે:
• વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રદર્શન
• વૈજ્ઞાનિક વર્કશોપ
• લોકપ્રિય વિજ્ઞાન વ્યાખ્યાન
• હેન્ડ્સ-ઓન પ્રયોગો અને પ્રવૃત્તિઓ
• સાયન્સ ક્વિઝ
• ડ્રોન શો (IMAX પાર્કિંગ ખાતે)
• સાયન્સ ડ્રામા (વિજ્ઞાન ભવન ખાતે)
• નાઇટ સ્કાય ઓબ્ઝર્વેશન
• હોલ ઓફ ફેમ પ્રદર્શન
• 3D રંગોળી
• વૈજ્ઞાનિક ફિલ્મોનું પ્રદર્શન

આ કાર્યક્રમમાં અંદાજે 50,000 થી વધુ મુલાકાતીઓ હાજર રહેવાની શક્યતા છે, જેમાં રાજ્ય તથા દેશભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વૈજ્ઞાનિકો, ઇનોવેટર્સ અને મીડિયા પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.

GCSC દ્વારા દેશભરની લગભગ 100 જેટલી વૈજ્ઞાનિક સંસ્થાઓ અને ઇનોવેટર્સને પ્રદર્શનમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવી રહ્યા છે.

સાયન્સ કાર્નિવલનું આયોજન સાયન્સ સિટીના વિવિધ સ્થળો જેમ કે વિજ્ઞાન ભવન, સાયન્સ ડોમ, એમ્ફિથિયેટર અને ઓડિટોરિયમ I & II ખાતે કરવામાં આવશે.

આ ભવ્ય આયોજનનો મુખ્ય હેતુ તમામ વયના લોકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ જાગૃત કરવો, નવીનતા પ્રોત્સાહિત કરવી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવો છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: IPL 2026 Live Streaming: IPL મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ? જાણો ટાઈમિંગ અને સ્ટ્રીમિંગ ડિટેઈલ્સ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *