PM Modi: PM મોદીની 32 મહિનામાં 38 વિદેશ યાત્રા, 258 કરોડ રૂપિયાનો થયો ખર્ચઃ સરકારે રજૂ કર્યો હિસાબ

કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ગુરૂવારે સરકાર પાસેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા 3 વર્ષમાં કરવામાં આવેલી વિદેશ મુલાકાતો પર થયેલા ખર્ચની વિગતો માંગી હતી. આ મુદ્દે વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગરિટાએ રાજ્યસભામાં લેખિતમાં જણાવ્યું હતું કે વર્ષ મે, 2022 થી ડિસેમ્બર, 2024 દરમિયાન વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસો પર કેટલો ખર્ચ થયો હતો. 

રાજ્યસભામાં આપલા જવાબ મુજબ, 32 મહિનામાં તેમણે 38 વિદેશયાત્રાઓ કરી હતી, જેમાં કુલ 258 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. નેપાળ મુલાકાત દરમિયાન સૌથી ઓછો 80,01,483 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે કે જૂન, 2023માં અમેરિકાની મુલાકાત દરમિયાન સૌથી વધુ 22,89,68,509 રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.
 
વર્ષ 2022માં વડાપ્રધાન મોદી મે મહિનામાં જર્મની, ડેન્માર્ક, ફ્રાન્સ, નેપાળ અને જાપાન ગયા હતા. એ જ વર્ષે તેઓ જૂન મહિનામાં યુએઈ અને જર્મની, સપ્ટેમ્બરમાં જાપાન અને ઉઝબેકિસ્તાન તથા નવેમ્બરમાં ઈન્ડોનેશિયા ગયા હતા.

વર્ષ 2023માં તેઓ મે મહિનામાં પાપુઆ ન્યૂ ગિની, ઓસ્ટ્રેલિયા અને જાપાન ગયા હતા. જૂનમાં અમેરિકા અને ઈજિપ્ત, જુલાઈમાં ફ્રાન્સ અને યુએઈ, ઓગસ્ટમાં દક્ષિણ આફ્રિકા અને ગ્રીસ, સપ્ટેમ્બરમાં ઈન્ડોનેશિયા તથા નવેમ્બર-ડિસેમ્બરમાં યુએઈ ગયા હતા.

વર્ષ 2024માં તેઓ ફેબ્રુઆરી મહિનામાં યુએઈ અને કતાર, માર્ચમાં ભૂટાન, જૂનમાં ઈટલી, જુલાઈમાં ઓસ્ટ્રિયા અને રશિયા, ઓગસ્ટમાં પોલેન્ડ અને યુક્રેન, સપ્ટેમ્બરમાં બ્રુનેઈ, અમેરિકા અને સિંગાપોર, ઓક્ટોબરમાં લાઓસ અને રશિયા, નવેમ્બરમાં નાઈજિરિયા, બ્રાઝિલ અને ગુયાના તથા ડિસેમ્બરમાં કુવૈત ગયા હતા.

2024 માં કરેલી વિદેશયાત્રાનો દેશ પ્રમાણે ખર્ચ

દેશખર્ચ
યુએઈ5,31,95,485.00
કતાર3,14,30,607.00
ભૂટાન4,50,27,271.00
ઈટાલી14,36,55,289.00
ઑસ્ટ્રિયા4,35,35,765.00
રશિયા5,34,71,726.00
પોલેન્ડ10,10,18,686.00
યુક્રેન2,52,01,169.00
બ્રુનેઈ5,02,47,410.00
અમેરિકા15,33,76,348.00
સિંગાપોર7,75,21,329.00

મનમોહન સિંહની વિદેશયાત્રાના ખર્ચના આંકડા પણ રજૂ કરાયા 

વડાપ્રધાન મોદીની વિદેશ યાત્રાના ખર્ચને ‘જસ્ટિફાય’ કરવો હોય એમ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની વિદેશ યાત્રાઓના ખર્ચના આંકડા પણ આપવામાં આવ્યા હતા, જે નીચે મુજબ છે. 

2011માં મનમોહન સિંહના અમેરિકાના પ્રવાસ પર 10,74,27,363 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 
2013માં તેમના રશિયાના પ્રવાસ પર 9,95,76,890 રૂપિયાનો ખર્ચ થયો હતો. 
2011માં તેમની ફ્રાંસની યાત્રા પર 8,33,49,463 રૂપિયાનો ખર્ચ થયો હતો. 
2013માં તેમની જર્મનીની ટ્રીપ પર 6,02,23,484 રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

આ પણ વાંચો, Gujarat: 20 દિવસમાં 2 લાખથી વધુ ટ્રાફિકના નિયમોના ભંગના કેસો નોંધાયા, ટ્રાફિક વિભાગે રૂપિયા 13.21 કરોડનો દંડ વસૂલ્યો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *