Site icon Time News

Gujarat: ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ સામે ચાલ્યો સરકારનો ડંડો, કર્યા ફરજિયાત નિવૃત

 ગુજરાત સરકારે પોલીસ વિભાગમાં ઓપરેશન ગંગાજળ શરૂ કર્યું છે. હવે આ ઓપરેશન ગંગાજળ હેઠળ વધુ 2 અધિકારીઓને નિવૃત કરવામાં આવ્યા છે. બે પોલીસ અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ આપી દેવામાં આવી છે. માહિતી અનુસાર, ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓને ફરજિયાત રિટાયર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

CID ક્રાઇમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી. બતુલને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા છે. તો અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. ફર્નાન્ડિસને પણ ફરજિયાત નિવૃત્તિ આપી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક ખાસ મિશન હેઠળ ભ્રષ્ટ અધિકારીઓ પર એક્શન લઈ અધિકારીઓને સમય કરતા વહેલા રિટાયરમેન્ટ આપીને ઘરભેગા કરી રહ્યાં છે. ગુજરાત સરકાર ઓપરેશન ગંગાજળ હેઠળ એવા અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ આપીને ઘરભેગા કરી રહી છે જેઓ પોતાના હોદ્દાનો ગેરલાભ ઉઠાવીને ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. રાજ્ય સરકાર સરકારી અધિકારીઓ અને કર્મચારીઓમાં પ્રામાણિકતા, નિર્ણાયકતા, નિષ્ઠા અને આજ્ઞાપાલન જેવી બાબતોને પણ ચકાસી રહી છે.

આ પણ વાંચો, ડીપનેક બ્લાઉઝમાં મોનાલિસાએ શેર કરી બોલ્ડ તસવીરો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version