અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ, મહિલા મુસાફર પાસેથી 553 ગ્રામ સોનું મળ્યું

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) એ મોટી કાર્યવાહી કરી છે. ક્વાલાલમ્પુરથી આવેલી એક મહિલા મુસાફર પાસેથી રૂ. 83 લાખથી વધુની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. મહિલાએ અત્યંત ગુપ્ત રીતે પોતાના શરીરમાં સોનું છુપાવ્યું હતું, પરંતુ કસ્ટમ્સના અધિકારીઓએ તેને ઝડપી લીધી હતી. 

ળતી માહિતી મુજબ, મલેશિયાના ક્વાલાલમ્પુરથી અમદાવાદ આવેલી ફ્લાઈટમાં એક મહિલા મુસાફરી કરી રહી હતી. એરપોર્ટ પર ઉતર્યા બાદ તેની શંકાસ્પદ હિલચાલને જોતા કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ તેને અટકાવી હતી. શરૂઆતી તપાસમાં કંઈ ન મળતા મહિલાની કડક પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. મહિલાએ સોનાની દાણચોરી કરવા માટે અત્યંત જોખમી રસ્તો અપનાવ્યો હતો. તેણે સોનાની પેસ્ટ (Gold Paste) બનાવી તેને બે કેપ્સ્યુલમાં ભરી હતી અને આ કેપ્સ્યુલ્સ પોતાના શરીરમાં (ગુદાના ભાગે) છુપાવી હતી. કસ્ટમ્સ વિભાગે આ બંને કેપ્સ્યુલ્સ જપ્ત કરી છે, જેમાંથી કુલ 553 ગ્રામ સોનું મળી આવ્યું છે.  કસ્ટમ્સ વિભાગે કસ્ટમ્સ એક્ટ હેઠળ આ સનુ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: પોલીસ સ્ટેશનમાં મસાલા ખાધા તો ખેર નથી! ખોખરા PI એ પોતાના જ 5 પોલીસકર્મીઓને ફટકાર્યો દંડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *