સોનું-ચાંદી ફરી સસ્તું થયું, કિંમતમાં આવ્યો મોટો કડાકો, જુઓ આજનો નવો ભાવ

6 ફેબ્રુઆરી 2026 ના રોજ સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો છે. IBJA ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સના જણાવ્યા મુજબ ગુરુવાના રોજ 916 શુદ્ધતા વાળા 24 કેરેટ સોનાનો ભાવ 139692 હતો જે શુક્રવારે ઘટીને 138764 પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો છે તો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ આજે શુક્રવારે 13000 રૂપિયાથી વધારેનો ઘટાડો નોંધાયો છે.

સોના-ચાંદીના ભાવને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. દિલ્હીનું સોનાનું બજાર સમગ્ર ભારતમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ શહેરમાં સોનાના ભાવ દરરોજ બદલાય છે. દેશમાં દરરોજ સોનામાં રોકાણ થાય છે. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ચેન્નાઈ જેવા મુખ્ય શહેરોમાં આજે સોનાના ભાવમાં ફરી સ્થિરતા જોવા મળી રહી છે. નોંધનીય છે કે, સોનાની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર અનુસાર બદલાય છે અને ડોલરની કિંમત, માંગ-પુરવઠો, આર્થિક સ્થિતિ અને તહેવારોની મોસમ જેવા ઘણા કારણોસર તેમાં દરરોજ ફેરફાર જોવા મળે છે. સોનાને રોકાણ માટે સલામત વિકલ્પ તરીકે પણ જોવામાં આવે છે, તેથી જ લોકો ઘણીવાર તેની કિંમતો પર નજર રાખે છે.

નોંધનીય છે કે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સની વેબસાઇટ પર અપડેટ કરાયેલા સોનાના ભાવ દેશભરમાં એક સરખા હોય છે. પરંતુ જુદા જુદા રાજ્યો અને શહેરોમાં GST(GST On Gold) અને મેકિંગ ચાર્જ લગાવ્યા પછી તેના ભાવમાં વધારો થઈ જાય છે. દરેક શહેરના making charges અલગ અલગ હોય છે.

ભારતમાં સોનાના ભાવ ઘણા પરિબળો પર આધાર રાખે છે. જેમ કે આંતરરાષ્ટ્રીય ભાવ, આયાત જકાત, કર અને ડોલર-રૂપિયા વિનિમય દર. આ જ કારણ છે કે સોનાના ભાવ દરરોજ બદલાતા રહે છે. ભારતીય સંસ્કૃતિમાં, સોનાને માત્ર ઘરેણાં તરીકે જ નહીં, પણ રોકાણ અને બચતનું એક મહત્વપૂર્ણ સાધન પણ માનવામાં આવે છે. લગ્ન અને તહેવારો દરમિયાન તેની ખાસ માંગ હોય છે.

નોંધનીય છે કે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સની વેબસાઇટ પર અપડેટ કરાયેલા સોનાના ભાવ દેશભરમાં એક સરખા હોય છે. પરંતુ જુદા જુદા રાજ્યો અને શહેરોમાં GST(GST On Gold) અને મેકિંગ ચાર્જ લગાવ્યા પછી તેના ભાવમાં વધારો થઈ જાય છે. દરેક શહેરના making charges અલગ અલગ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *