અમદાવાદના કોલ્ડપ્લે કોન્સર્ટમાં જવાના છો? તો આટલી વસ્તુઓ સાથે લઇને ના જતા, નહીંતર નહીં મળે એન્ટ્રી

આગામી તા. 26 જાન્યુઆરીનાં રોજ અમદાવાદ ખાતે યોજાનાર કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે કોલ્ડપ્લે કોન્સર્ટમાં તમે જો જઈ રહ્યા છો તો તમારા કામની વાત છે. ત્યારે તમે આ કોન્સર્ટમાં કઈ કઈ વસ્તુઓ અંદર લઈ જઈ શકશો નહી તે માટે વાંચો…
કોલ્ડપ્લે કોન્સર્ટ બ્રિટિશ રોક બેન્ડ છે. જેની સ્થાપના તા.1997 માં થઈ હતી. આ બેન્ડમાં પાંચ લોકોની ટીમ છે. કોલ્ડપ્લે કોન્સર્ટ લાઈવ જોવા માટે મોટી સંખ્યામાં લોકો જાય છે. તેમજ કોલ્ડપ્લે કોન્સર્ટનું પર્ફોમન્સ અન્ય રોક બેન્ડથી અલગ હોય છે. તેમજ ક્રિસ માર્ટિનનાં ચાહકો ખૂબ જ મોટા પ્રમાણમાં છે. લોકો આગામી કોન્સર્ટમાં જવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો આવો જાણીએ કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે.
અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તા. 25 અને 26 જાન્યુઆરીનાં રોજ યોજાનાર કોલ્ડપ્લે લાઈવ કોન્સર્ટને લઈ લોકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ પહેલા કોલ્ડપ્લે કોન્સર્ટ મુંબઈમાં ઘુમ મચાવી રહ્યો છે.
જો તમે કોલ્ડપ્લે કોન્સર્ટમાં જઈ રહ્યા છો તો તમે તેનો સંપૂર્ણ આનંદ માણવા માંગતો હો તો સ્થળની અંદર અમુક વસ્તુઓ લઈ જવાની સખ્ત મનાઈ ફરમાવવામાં આવી છે. તેમજ કોન્સર્ટમાં જતા પહેલા કઈ કઈ ચીજ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેના વિશેની માહિતી અહી આપવામાં આવી રહી છે.
ગુજરાતમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ પશ્ચિમ રેલવેએ મોટા સમાચાર આપ્યા છે. તા. 25 અને 26 જાન્યુઆરી બે દિવસ મુંબઈ થી અમદાવાદ વચ્ચે ખાસ ટ્રેન પણ શરૂ કરવામાં આવી છે. તેમજ અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટમાં કેટલી ચીજ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ છે.
અમદાવાદ ખાતે યોજાનારા કોલ્ડપ્લે કોન્સર્ટમાં જનાર લોકો માટે ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. કોલ્ડપ્લે કોન્સર્ટમાં જવા માટે સૌ પ્રથમ તો તમારી પાસે સરકારી આઈડી પ્રફ હોવું જરૂરી છે. તેમજ કોન્સર્ટની સુરક્ષાને ધ્યાને રાખીને અનેક સ્તરે સુરક્ષા તપાસ કરવામાં આવશે.
તેમજ કોલ્ડપ્લે કોન્સર્ટ સફળતા પૂર્વક યોજાય તે માટે કેટલીક વસ્તુઓને લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે જો તમે કોન્સર્ટમાં જઈ રહ્યા છો તો તમારે લેપટોપ, ટેબલેટ, પાવર બેન્ક, પેન લેઝર, ઈ-સિગારેટ, ટેન્ટ, કંબલ, સ્લિપિંગ બેગ, ડ્રગ્સ, ખાવા-પીવાનો સામાન, સનસ્ક્રીન, હથિયાર, બ્લેડ રમકડા જેવી વસ્તુઓ અંદર લઈ જઈ શકશો નહી.