ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત કરાઈ, ખરાબ રસ્તાઓને કારણે લેવાયો આ નિર્ણય

નવા વર્ષમાં ગિરનારની લીલી પરિક્રમાનું અનેરું મહત્ત્વ છે પરંતુ આ વર્ષે કમોસમી વરસાદને પગલે લીલી પરિક્રમા પથ ખરાબ થયો છે. કાદવ કિચડને કારણે રસ્તાઓ વિકટ થઈ ગયા છે. જૂનાગઢ લીલી પરિક્રમા કમિટી અને જૂનાગઢ જિલ્લા કલેક્ટરે મિટિંગ યોજી ગિરનારની લીલી પરિક્રમા સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. જંગલ વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ થવાને કારણે મુશ્કેલી પડી છે. 

સાધુ સંતો અને અધિકારીઓએ બેઠક યોજી છે. આ વર્ષે કમોસમી વરસાદને પગલે સામાન્ય લોકો માટે પરિક્રમા સ્થગિત કરાઈ છે. માત્ર સાધુ સંતો પરિક્રમા કરશે. પ્રતિકાત્મક રીતે લીલી પરિક્રમા યોજાશે. આ અંગેની સત્તાવાર જાહેરાત 4 વાગ્યે કરવામાં આવશે. 

આ પણ વાંચો, http://સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતીના અવસરે નડિયાદ ખાતે યોજાઈ ભવ્ય એકતા રેલી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *