ગરમીમાં શેકાવા થઈ જજો તૈયાર! રાજ્યમાં શુષ્ક હવામાન સાથે ગરમીનો પ્રકોપ વધશે, તાપમાનમાં વધારો થવાની આગાહી

ગુજરાત રાજ્યમાં હાલ ઘણા જિલ્લામાં વરસાદી વાતાવરણની અસર છે અને જેના લીધે તાપમાન પણ નીચું ગયું છે. પણ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ તાપમાનમાં અંદાજે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. જેના કારણે લોકોને ગરમીનો વધુ અનુભવ થશે. હાલમાં રાજ્યમાં મહત્તમ તાપમાન લગભગ 36 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે. પરંતુ આવનારા દિવસોમાં આ પારો વધુ ઊંચે જઈ શકે છે. ખાસ કરીને બપોરના સમયે ગરમી વધુ કઠિન બનવાની શક્યતા છે. જેથી લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.
તારીખ 11 થી 14 એપ્રિલ દરમિયાન રાજ્યમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળામાં વરસાદની શક્યતા ઓછી રહેશે અને આકાશ મુખ્યત્વે ખુલ્લું રહેશે. જેના કારણે સૂર્યપ્રકાશ વધુ તીવ્ર રહેશે. રાજ્યમાં હાલમાં ત્રણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાનું જણાવાયું છે. જે હવામાનના પેટર્ન પર અસર કરી રહ્યા છે. તેમ છતાં આ સિસ્ટમો વરસાદ લાવશે તેવી સંભાવના ઓછી છે. પરંતુ તાપમાનમાં વધારો થવાનો મુખ્ય કારણ બની શકે છે.
8 થી 14 એપ્રિલ સુધી મોસમ સામાન્ય રીતે શુષ્ક રહેશે. આજે ઉચ્ચતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી પણ આવતીકાલથી તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ખાસ કરીને આગામી 11 થી લઈને 14 તારીખ સુધી દરિયાઈ વિસ્તારો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણ ગરમની સાથે ભેજવાળું રહેશે. અમદાવાદમાં મોટા ભાગે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે અને મેક્સિમમ તાપમાન 36 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. ખંભાતના અખાતમાં માછીમારી ભાઈઓ માટે ખાસ ચેતવણી છે કે પવનનું જોર રહેશે. પાકિસ્તાન અને કાશ્મીરમાંથી આવતા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર પણ વાતાવરણ પર થઈ શકે છે.
કોસ્ટલ વિસ્તારોમાં રહેનારા લોકો માટે ગરમી સાથે ભેજનું પ્રમાણ પણ વધશે. દરિયાઈ પવન ગરમ અને ભેજવાળા રહેશે જેના કારણે ગરમી તો સહન થશે પણ ભેજના કારણે શરીરને વધુ થાક અને અસ્વસ્થતા અનુભવાશે. જિલ્લા મુજબ તાપમાનની વાત કરી તો અમરેલીમાં સૌથી વધુ 36.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 36.6 અને ગાંધીનગરમાં 35.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાનમાં આવનારા બદલાવને ધ્યાનમાં રાખીને લોકો ખાસ કરીને બપોરના સમયે બહાર જવાનું ટાળે અને પૂરતું પાણી પીવાનું ધ્યાન રાખે તેવી સલાહ આપવામાં આવી રહી છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: આ 4 રાશિ માટે ખતરાની ઘંટી,રોકાણ માટે સમય નથી યોગ્ય,જાણો રાશિફળ