Gandhinagar: વિધાનસભામાં RTIના નામે તોડકાંડનો મુદ્દો ગુંજ્યો, હર્ષ સંઘવીએ કહ્યું કે….

ગાંધીનગર વિધાનસભા ગૃહમાં RTI કરી તોડ કરવાનો મુદ્દો ગુંજ્યો. ધારાસભ્યના RTI તોડકાંડનો પ્રશ્ન પૂછાતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સણસણતો જવાબ આપ્યો હતો. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે સ્વતંત્રતાનો દૂરુપયોગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ‘તોડ કરનારા સુરત શહેર જ નહીં પણ ગુજરાત છોડીને ભાગ્યા’. ચીટર ગેંગને પકડવામાં પોલીસને સફળતા મળી છે.

વિધાનસભા ગૃહમાં નિયમ 116 અંતર્ગત તાકિદની અગત્યની બાબત પર ચર્ચા હાથ ધરાઈ હતી. જેમાં RTIની આડમાં અરજી કરી નાણાં પડાવવાના કિસ્સામાં સરકારે કેવા લીધેલા પગલાં બાબતે ગૃહમાં પૂછવામાં આવેલ પ્રશ્ન પર જવાબ આપવામા આવ્યો. ધારાસભ્ય અરવિંદ રાણાની તાકીદની અગત્યની બાબત પર ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં જવાબ આપ્યો હતો.

RTI કરી તોડ કરવાની અને ખંડણી માંગવાની બાબતે કરવામાં આવેલ ફરિયાદના આધારે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ હતી. અરવિંદ રાણાએ સવાલ કરતાં રજૂઆતમાં જણાવવામાં આવ્યું કે RTI તોડકાંડમાં અત્યાર સુધી 38 ગુના નોંધાયા છે. જેના જવાબમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે કેટલાક લેભાગુ તત્વો પોતાના ક્ષેત્ર બહાર આરટીઆઈ કરી બ્લૂટૂથમાં વિડીઓ બનાવતા અને પત્રિકાઓ મંત્રી અધિકારીઓની ઓફીસમાં મોકલતા હતા. ગુજરાત પોલીસે પ્રતિનિધિઓ સાથે મળી આરટીઆઈના નામે તોડ કરતા લોકો સામે ડર પેદા કરવામાં સફળતા મળી છે. સ્વતંત્રના દૂરઉપયોગ કરનારા લોકો સામે કાયદેસર કાર્યવાહી કરી છે. ધારાસભ્ય માત્ર પોલિટીકલ સ્ટંટ કરાવવા પેપર મંત્ર હેડલાઈનમાં છપાવવા, પરંતુ સંકલન બેઠકમાં વિગતો મુકે તો પરિણામ મળી શકે. સુરત શહેર માં આરટીઆઈના નામથી ધંધો કરતા લોકો સુરત શહેર નહીં ગુજરાત છોડીને ભાગી ગયા. ચીટર ગેંગને પકડવામાં ગુજરાત પોલીસ ને સફળતા મળી છે. લેભાગુ તત્ત્વો દ્વારા સારા કામો માટે બનેલા નિયમો લોકોને હેરાન કરવા માટે કરવામાં આવી રહ્યો છે.

RTIના દુરુપયોગને લઈને સુરત મનપાની પ્રથમ વખત ફરિયાદ આવી હતી. છાપું ચલાવતા મહોમ્મદ જાગીર સામે ફરિયાદ કરાતા પોલીસે કાર્યવાહી કરી. મહોમ્મદ જાગીરને પાસામાં ધકેલાયો છે. મુસ્તાક બેગ નામનો વ્યક્તિ છાપું ચલાવે છે અને બેગના પરિવારના સભ્યો RTIથી માહિતી એકત્ર કરી લોકોને ધમકી આપી પૈસા ઉઘરાવતા. આ હકીકત સામે આવતા RTIનો દુરુપયોગ કરવાને લઈને મુસ્તાક બેગ સહિત સામે 6 ગુના નોંધાયા. જયારે ભરૂચના હબીબ સામે RTI તોડકાડમાં 4 ગુનાઓ નોંધાતા તેને જેલહવાલે કરાયો હતો.

આ પણ વાંચો, Gandinagar: TAT-1 પાસ ઉમેદવારોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન, પોલીસે ટીંગાટોળી કરી ડિટેઈન કર્યાં

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *