રંગોલી આઇસક્રીમથી લઇને…, ગુજરાતભરની હોટલોમાં ફૂડ વિભાગના દરોડા શરૂ, વેપારીઓમાં ફફડાટ

રાજ્યભરમાં હાઈવે પરની હોટેલોમાં તપાસના આરોગ્ય મંત્રીના આદેશ આપ્યાં છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ઓપરેશન હેલ્થ હેઠળ નેશનલ હાઇવે તથા રાજ્યના મુખ્ય હાઈવે પર હોટેલ રેસ્ટોરન્ટમાં તપાસના આદેશ આપ્યો છે. આ પછી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાસ ડ્રાઈવ ચાલશે. નિયમ ભંગ કરનારા તથા અસ્વચ્છ એકમો કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદમાં પણ આઇસક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટને લઈ ચેકીંગ શરુ કરવામાં આવ્યું છે. એસ જી હાઈવેના આઇસક્રીમ પાર્લર અને હોટેલોમાં ચેકીંગ હાથ ધરાયું હતું. આઇસક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવશે.સરકારના ઓપરેશન હેલ્થ અભિયાન અંતર્ગત આરોગ્ય ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં ઓપરેશન હેલ્થ અભિયાનનો પ્રારંભ થયો છે. ગોલ્ડન ચોકડીથી ધુમાડ ચોકડી સુધીની હોટલો અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરાયું હતું. ગ્રાહકોને ખરીદી પહેલાં પેકેટ પરનું લેબલ અને ઘટકોની યાદી વાંચવા અપીલ કરવામાં આવી છે. તે ઉપરાંત છૂટક વેચાણ કરતા વેપારીઓને યોગ્ય માર્કિંગ અને ડિસ્પ્લે બોર્ડ રાખવા સૂચના આપવામાં આવી છે.ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાના ધોરણોનું પાલન થાય તે માટે આરોગ્ય વિભાગની તપાસ કરવામાં આવશે.

ગાંધીનગર વિસનગર હાઇવે પર ફૂડ વિભાગે ચેકિંગ કર્યું હતું. લાયસન્સ, સફાઈ, રસોઈ માટે વપરાતી વસ્તુઓની ચકાસણી કરાઈ હતી. આરોગ્ય મંત્રી ના આદેશ બાદ રાજ્યભરમાં તપાસ ચાલી રહી છે.રાજ્યમાં 26 મુખ્ય હાઈવે પરની હોટેલમાં તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *