ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, જાણો કોને-કોને મળી ટિકિટ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ગુજરાતમાં તમામ પક્ષો પ્રચાર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તબક્કાવાર નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યું છે. ત્યારે સેન્સ પ્રક્રિયા બાદ હવે ભાજપે પણ પોતાના ઉમેદવારો જાહેર કરવાની શરુઆત કરી છે.
સુરેન્દ્રનગર મનપાના ઉમેદવારો કર્યા જાહેર



ગાંધીનગરમાં ભાજપની બેઠકનો ધમધમાટ શરૂ થયા બાદ ઉમેદવારો જાહેર કરવાની શરુઆત થઈ છે. ભાજપે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. અરવલ્લી જિલ્લા અને તાલુકા પંયાયતના ઉમેદવારો યાદી જાહેર કરી છે. મોડાસા, ભિલોડા, બાયડ, ધનસુરા તા.પંની યાદી જાહેર કરી છે. શામળાજી, સાઠંબા તાલુકા પંચાયતની ભાજપની યાદી જાહેર કરવામાં આવી છે. મોડાસા અને બાયડ નગરપાલિકામાં ભાજપે ઉમેદવારો જાહેર કર્યા છે.



ચૂંટણી સમિતિની બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ભાજપના ઉમેદવારોના પસંદગીની પ્રક્રિયા પર ઊંડાણપૂર્વક ચર્ચા અને મંથન કરવામાં આવ્યું હતું. હવે ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.
અરવલ્લી જિલ્લાની મોડાસા નગરપાલિકાના 6 વોર્ડના 24 અને બાયડ નગરપાલિકાના 6 વોર્ડના 24 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. મોડાસા તાલુકા પંચાયતના 20, ભીલોડા તાલુકા પંચાયતના 20, બાયડ તાલુકા પંચાયતના 18, માલપુર તાલુકા પંચાયતના 16, મેઘરજ તાલુકા પંચાયતના 22, શામળાજી તાલુકા પંચાયતના 16 અને સાઠંબા તાલુકા પંચાયતના 16 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
મનોજ નિનામાને મળી ટિકિટ
IPS તરીકે તાજેતરમાં જ મનોજ નિનામાએ રાજીનામુ ધરી દીધુ હતું અને આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઇ ગયા હતા. રાજીનામા બાદ IPS મનોજ નિનામાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 42 વર્ષની નોકરી બાદ રાજીનામું આપ્યું છે. સમાજનું ઋણ મારા પર છે જેને જવાબદારી સમજી આગળ વધુ છું.અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ બેઠક પરથી ભાજપે તેમને ઉમેદવાર બનાવ્યા છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: http://TMC ગુંડાઓને બક્ષવામાં નહીં આવે, લાગુ કરીશું 7મું પગાર પંચ’; PM મોદીએ બંગાળના લોકોને આપી 6 ગેરંટી