‘દીકરી પાછી લાવો’, ઉણમાં પ્રેમલગ્ન કરનાર દીકરીને પાછી લાવવાના નામે ચૌધરી સમાજે ગામ માથે લીધું

બનાસકાંઠા જિલ્લામાં સામાજિક તણાવની ઘટના સામે આવી છે. જેમાં ઉણ ગામે બે સમાજ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. ઘટનાને પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે અને પોલીસે તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો છે.

મળતી માહિતી મુજબ, ચૌધરી સમાજની એક યુવતીએ રબારી સમાજના યુવક સાથે લગ્ન કર્યા હતા. આ મામલે આજે મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો રુની ગામે એકઠા થયા હતા અને યુવતીને પાછી લાવવા માંગ કરી હતી. ત્યારબાદ તેઓ ઉણ ગામ પહોંચ્યા હતા.

ઉણ ગામ પહોંચતા જ પરિસ્થિતિ બગડી ગઈ હતી અને બંને સમાજના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ અથડામણ સર્જાઈ હતી. આ દરમિયાન ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જે ઘટનાની ગંભીરતા દર્શાવે છે.ઘટનાની જાણ થતાં જ બનાસકાંઠા પોલીસનો મોટો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. હાલ પોલીસ દ્વારા વિસ્તારમાં શાંતિ જાળવવા માટે પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પોલીસે બંને પક્ષોને શાંતિ જાળવવા અપીલ કરી છે અને કાયદો હાથમાં ન લેવા ચેતવણી આપી છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે, પરંતુ વિસ્તારમાં હજુ પણ તણાવ યથાવત હોવાનું જણાઈ રહ્યું છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: હવે સરકારને જાણ કર્યા વગર ગુજરાતમાં લિવ ઈનમાં નહિ રહી શકો! લગ્ન અને ડિવોર્સના પણ નવા નિયમ આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *