પાટણમાં મતદાન પછી મહિલા મતદારને આવ્યો હાર્ટએટેક, હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત

Oplus_131072

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી છે. પાટણ શહેરમાં મતદાન કર્યા બાદ એક મહિલા મતદારને અચાનક હાર્ટ એટેક આવતા તેમનું મોત નિપજ્યું છે, જેના કારણે વિસ્તારમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે. આ તરફ મહિલાના મોતને લઈ પરિજનો પણ શોકમગ્ન બન્યા છે.

પ્રાથમિક વિગતો મુજબ પાટણના વોર્ડ નંબર 6 ખાતે આવેલી બીએમ હાઈસ્કૂલમાં કમળાબેન નામની મહિલા મતદાન કરવા માટે પહોંચી હતી. લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ નિભાવ્યા બાદ તેઓ મતદાન મથક પરથી બહાર નીકળ્યા હતા. તે દરમિયાન અચાનક તેમની તબિયત બગડતા તેઓ નીચે ઢળી પડ્યા હતા.

આ તરફ સ્થળ પર હાજર લોકોએ તાત્કાલિક મદદ માટે દોડી જઈ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. તાત્કાલિક સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, તેમના હૃદયની સ્થિતિ નબળી હોવાના કારણે હાર્ટ એટેક આવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *