રાજ્ય સરકારે કૃષિસહાયના સમયગાળામાં વધારો કરતા ખેડૂતોમાં ખુશી, કામગીરી ઘણી અધુરી હોવાની રજુઆત

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરાયેલ 10 હજાર કરોડ રૂપિયાનું મહત્ત્વપૂર્ણ કૃષિ રાહત પેકેજ હાલમાં સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યું છે. પ્રાકૃતિક આફતો અને અનિશ્ચિત હવામાનની અસરથી પીડિત ખેડૂતોને મદદરૂપ બનવા માટે સરકારે આ પેકેજની જાહેરાત કરી હતી. શરૂઆતમાં અરજી કરવાની સમયમર્યાદા મર્યાદિત હોવાને કારણે અનેક ખેડૂતો સમયસર ફોર્મ ભરી શક્યા નહોતા. ખેડૂતો અને કૃષિ સંસ્થાઓ તરફથી મળેલી રજૂઆતોને ગંભીરતાથી ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે અરજી કરવાની સમયમર્યાદામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. હવે ખેડૂતો 5 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી અરજી કરી શકશે.
સમયવધારો ખાસ કરીને એવા વિસ્તારો માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે, જ્યાં હજી પણ મોટી સંખ્યામાં ખેડૂતો ફોર્મ ભરવાથી વંચિત રહ્યા હતા. ગીર સોમનાથ જિલ્લામાં તો ઘણાં ગામોમાં હજુ પણ પાક નુકસાનની વિગતો એકત્ર કરવાનું કામ ચાલુ હતું. આ વિસ્તારોના ખેડૂતો માટે સમયવધારો આશીર્વાદરૂપ બન્યો છે, કારણ કે હવે તેઓને જરૂરી દસ્તાવેજો ભેગા કરવાની પૂરતી તક મળશે.
આજે અમારી ટીમે જિલ્લામાં આવેલા મિતિયાજ ગામની મુલાકાત લીધી હતી. ગામમાં ખેડૂતો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે ગામના આશરે 5% જેટલા ખેડૂતોના ફોર્મ હજી સુધી ભરાયેલા નહોતા. તેને મુખ્ય કારણ તરીકે ઇન્ટરનેટની અછત, ફોર્મ ભરવાની પ્રક્રિયામાં અજાણતા અને સમયના અભાવને ગણાવવામાં આવ્યા. હવે સમયવધારા પછી, આ તમામ ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન સાથે સમયસર અરજી કરવાની સુવિધા ઉપલબ્ધ થશે.આજે અમારી ટીમે જિલ્લામાં આવેલા મિતિયાજ ગામની મુલાકાત લીધી હતી. ગામમાં ખેડૂતો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે ગામના આશરે 5% જેટલા ખેડૂતોના ફોર્મ હજી સુધી ભરાયેલા નહોતા. તેને મુખ્ય કારણ તરીકે ઇન્ટરનેટની અછત, ફોર્મ ભરવાની પ્રક્રિયામાં અજાણતા અને સમયના અભાવને ગણાવવામાં આવ્યા. હવે સમયવધારા પછી, આ તમામ ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન સાથે સમયસર અરજી કરવાની સુવિધા ઉપલબ્ધ થશે.