અલવિદા આશા! લાખો ચાહકોને રડતાં મૂકીને અનંતને વાટે આશા ભોસલે, અંતિમ સંસ્કાર કરાયા

 12 એપ્રિલ 2026 ભારતીય સંગીત ઇંડસ્ટ્રી માટે સૌથી મોટું દુઃખ લાવ્યું. સુરોની મલ્લિકા આશા ભોંસલેએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. આશા તાઈના નિધન પર સમગ્ર રાષ્ટ્ર શોકમાં ડૂબી ગયું છે. સેલિબ્રિટીઝ અને ચાહકોએ ગાયિકાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સોમવારે સાંજે મુંબઇમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પુત્ર આનંદે ચિતાને અગ્નિદાહ આપ્યો હતો. આ પહેલા મોટીસંખ્યામાં તેમના અંતિમ દર્શન માટે સમગ્ર બોલિવૂડ તેમજ ક્રિકેટ જગતમાંથી સેલિબ્રિટિઓ પહોચ્યા હતા.

જાણિતા ગાયિકા આશા ભોંસલેનું નિધન એંટરટેનમેંટ ઇંડસ્ટ્રી માટે એક મોટું નુકસાન છે. તેમનું 92 વર્ષની વયે અવસાન થયું. આ ગાયિકા સદાબહાર ગીતોનો વારસો છોડી ગયા છે, જે લોકોની યાદોમાં હંમેશા જીવંત રહેશે. સેલિબ્રિટી અને ચાહકોએ આશાજીને ભાવનાત્મક વિદાય આપી. આશાની પૌત્રી જેનાઈ શોકમાં ડૂબી ગઈ છે. છેલ્લી વાર દાદીને જોઈને તે રડી પડી હતી. આશા તાઈના બહેન ઉષા મંગેશકર પણ તેમના અંતિમ દર્શન કરવા પહોંચ્યા. સફેદ સાડી પહેરીને અને નજીકના સંબંધીનો હાથ પકડીને, ઉષાએ તેમની બહેનને નમન કર્યું અને ભીની આંખોથી તેમને વિદાય આપી.

આશા ભોસલે ની અંતિમયાત્રામાં હજારો લોકો ઉમટ્યા, ચાહકોમાં શોકની લાગણી: https://www.instagram.com/reel/DXEf5o-DcLS/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: અમદાવાદમાં 14થી 20 એપ્રિલ સવારના 8:30 વાગ્યા આકરી ગરમીની આગાહી, ગરમીનો પારો 41 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *