F-35 fighter jet crashes in America: અમેરિકામાં F-35 ફાઈટર જેટ ક્રેશ, પાયલટનો થયો બચાવ

અમેરિકાના કેલિફોર્નિયામાં બુધવારે નૌકાદળનું F-35 ફાઇટર જેટ ક્રેશ થયું. આ ફાઇટર જેટ નેવલ એર સ્ટેશન લેમૂર પર ક્રેશ થયું. નૌકાદળે આ વાતની પુષ્ટી કરી છે. આ અકસ્માત બુધવારે સવારે 4.30 વાગ્યાની આસપાસ થયો હતો. નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અકસ્માત સમયે પાયલટે સમયસર પેરાશૂટની મદદથી બહાર નીકળીને પોતાનો જીવ બચાવ્યો હતો. તે સુરક્ષિત છે. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ વિમાન ફાઇટર સ્ક્વોડ્રન VF-125 રફ રેડર્સનો ભાગ હતું. આ યુનિટ ફ્લીટ રિપ્લેસમેન્ટ સ્ક્વોડ્રન તરીકે કામ કરે છે, જેનું મુખ્ય કાર્ય પાયલટ્સ અને એરક્રૂને તાલીમ આપવાનું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ અકસ્માતના વીડિયોમાં ધુમાડો ઉડતો જોવા મળી રહ્યો છે.

સીએનએનના એક રિપોર્ટ અનુસાર, અમેરિકન નેવીએ એક પ્રેસ સ્ટેટમેન્ટ દ્વારા ઘટના અંગે માહિતી આપી છે. અકસ્માત પાછળના કારણ અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. અમેરિકન નેવી પાસે કેલિફોર્નિયામાં લેમૂર નજીક માસ્ટર સ્ટ્રાઈક ફાઈટર બેઝ છે. F-35C અને F/A-18E/F જેટ પણ અહીં તૈનાત છે. બુધવારે સાંજે આ બેઝ નજીક ફાઈટર જેટ F-35 ક્રેશ થયું હતું. ક્રેશ થયા પછી તરત જ ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. નેવીએ જણાવ્યું હતું કે F-35 ફાઈટર જેટ સ્ટ્રાઈક ફાઈટર સ્ક્વોડ્રન VF-125 ને સોંપવામાં આવ્યું હતું, જેને ‘રફ રેડર્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

હાલની માહિતી મુજબ, ફાઇટર જેટ ક્રેશ થાય તે પહેલાં પાયલટ બહાર નીકળી ગયો હતો. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં પાયલટની હાલત સ્થિર છે, પરંતુ વિમાન સંપૂર્ણપણે નાશ પામ્યું છે.

આ પણ વાંચો, IND vs ENG: ઓવલમાં સીરિઝ ડ્રો કરવા ઉતરશે ટીમ ઈન્ડિયા, ગિલ-ગંભીર સામે છે આ પડકારો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *