અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની વાપસી પર વિદેશમંત્રીએ આપ્યો રાજ્યસભામાં જવાબ

અમેરિકાથી ગેરકાયદેસર રહેતા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા બાદ વિદેશમંત્રી એસ.જયશંકરે રાજ્યસભામાં સંબોધન કર્યું હતું. જયશંકરે કહ્યું કે, અમેરિકન નિયમ અનુસાર કાર્યવાહી થઇ છે. મહત્ત્વપૂર્ણ છે કે અમેરિકામાંથી ગેરકાયદેસર રહેતા 104 ભારતીયોને પોતાના વતન પરત મોકલવામાં આવ્યા છે. આ 104 લોકોમાંથી 33 લોકો ગુજરાતી હતા.
ભારતીયોની વાપસી પર વિદેશમંત્રીએ આપ્યો જવાબ
અમેરિકામાંથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની વતન વાપસીને લઇને રાજ્યસભામાં વિદેશમંત્રીએ પોતાનો જવાબ આપ્યો હતો. વિદેશમંત્રીએ કહ્યું કે, ગેરકાયદેસર પ્રવાસીઓને પરત લેવાના જ હતા. પ્રથમ વખત લોકોને પરત મોકલવામાં આવ્યા નથી. નિયમો હેઠળ અમેરિકાએ કાર્યવાહી કરી છે.દરેક દેશમાં લોકોની રાષ્ટ્રીયતાની તપાસ થાય છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં અમેરિકાથી ભારતીયોના ડિપોર્ટેશન પર નિવેદન આપ્યું હતું. જયશંકરે કહ્યું કે ડિપોર્ટેશન પર સંયુક્ત રાષ્ટ્રની સંધિનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે આ લીગલ માઇગ્રેશનને સપોર્ટ કરવા અને ગેરકાયદેસર માઇગ્રેશનને હતોત્સાહિત કરવા માટે છે. ગેરકાયદેસર પ્રવાસી અહીં અમાનવીય હાલતમાં ફસાયા હતા. ગેરકાયદેસર પ્રવાસીઓને પરત લેવાના જ હતા. ડિપોર્ટેશન કોઇ નવું નથી. વિદેશ મંત્રીએ 2009થી અત્યાર સુધીના આંકડા ગણાવ્યા હતા અને કહ્યું કે દર વર્ષે ગેરકાયદેસર પ્રવાસીઓને પરત મોકલવામાં આવે છે. અમેરિકન નિયમ અનુસાર કાર્યવાહી થઇ છે. વિદેશ મંત્રીએ કહ્યું કે પ્રથમ વખત લોકોને પરત મોકલવામાં આવ્યા નથી. 2012થી જ આ નિયમ હતો.