Site icon Time News

Operation Sindoor: ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં ધમાકો, લાહોરમાં થયા સળંગ ત્રણ બ્લાસ્ટ

આતંકવાદને આશ્રય આપનારા દેશ પાકિસ્તાનની સમસ્યાઓ વધી રહી છે. હવે પાકિસ્તાનના સૌથી મોટા શહેર લાહોરમાં અનેક વિસ્ફોટોના સમાચાર સામે આવી રહ્યા છે. માહિતી અનુસાર, આ વિસ્ફોટ લાહોર એરપોર્ટ નજીક થયા હતા. પાકિસ્તાન સેનાએ સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે અને વિસ્તારમાં સાયરનનો અવાજ સંભળાઈ રહ્યો છે. પાકિસ્તાનના સ્થાનિક જીઓ ન્યૂઝે આ વિસ્ફોટના સમાચારની પુષ્ટિ કરી છે.

લાહોરમાં થયેલા વિસ્ફોટ અંગે એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું છે કે, એરપોર્ટ પર મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો. વિસ્ફોટ પછી લાહોર એરપોર્ટ પર સાયરનનો અવાજ સંભળાયો અને તેને બંધ કરી દેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, આ વિસ્ફોટ લાહોરના વોલ્ટન રોડ વિસ્તારમાં થયા હતા.

ભારત સાથે વધતા તણાવ વચ્ચે આજે (08 મે) પાકિસ્તાનના લાહોરના વોલ્ટન, ગોપાલ નગર અને નસરાબાદ વિસ્તારોમાં વિસ્ફોટો સંભળાયા. બચાવ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રૉઇટર્સના મતે, સતત ત્રણ વિસ્ફોટ થયા છે. જોકે, આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ગઈકાલે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના બોલાન પાસ વિસ્તારમાં એક IED વિસ્ફોટ થયો હતો, જેમાં 12 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. બલૂચ લિબરેશન આર્મીએ આ ઘટનાની માહિતી મેળવી છે.

ભારતે મંગળવારે (6 મે) મોડી રાત્રે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું, જે હેઠળ 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે પીઓકે અને પંજાબમાં નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા. પહેલગામ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આ પછી, બુધવારે (07 મે) ના રોજ, પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) ની નજીક સ્થિત ગામોને નિશાન બનાવ્યા અને ભારે તોપમારો અને મોર્ટાર શેલ છોડ્યા, જેમાં ચાર બાળકો અને એક સૈનિક સહિત ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા, જ્યારે 57 અન્ય ઘાયલ થયા.

આ પણ વાંચો, Rohit Sharma: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ જાહેર કર્યો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version