નોન સ્ટિક વાસણમાં ખાવાનું બનાવતા હોવ તો ચેતી જજો, નાના સ્ક્રેચથી પણ કેન્સર અને વંધ્યત્વનું છે જોખમ

નોન-સ્ટીક કુકવેરનો સંબંધ ઝેરી “ફોરએવર કેમિકલ્સ” સાથે જોડવામાં આવે છે. જે માનવના શરીરમાં તૂટતા નથી. એપોલો હોસ્પિટલ્સ ગ્રુપના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર અને FICCI ના ભૂતપૂર્વ પ્રમુખ સંગીતા રેડ્ડીએ નોન-સ્ટીક કુકવેર પર એક નાના સ્ક્રેચથી પણ થતા સંભવિત સ્વાસ્થ્ય જોખમો અંગે ચિંતા વ્યક્ત કરી છે. લાઈવ મિન્ટના રિપોર્ટ અનુસાર, તેમણે એક ‘એક્સ’ પોસ્ટમાં લખ્યું હતું કે “તમે ક્યારેય જાણી જોઈને તમારા પરિવારને પ્લાસ્ટિક પીરસશો નહીં અને તેમ છતાં નોન-સ્ટીક પેન પર એક નાનો સ્ક્રેચ બરાબર તે જ કરી રહ્યું હોઈ શકે છે. દરરોજ આપણા દ્ધારા રાંધવામાં આવતા ખોરાકમાં હજારો એટલે સુધી કે લાખો અદ્રશ્ય કણો છોડી શકે છે.”
આ મુદ્દાની ગંભીરતા પર પ્રકાશ પાડતા રેડ્ડીએ કહ્યું હતું કે “આ કોઈ દૂરની પર્યાવરણીય સમસ્યા નથી. તે આપણા રસોડામાં છે. આપણા રોજિંદા જીવનમાં છે.” આ કણોમાં PFAS હોઈ શકે છે, જેને ઘણીવાર “ફોરએવર કેમિકલ્સ” તરીકે ઓળખવામાં આવે છે, જે માનવ શરીરમાં તૂટતા નથી. તેમણે કહ્યું કે “આ કેમિકલ્સનો સંબંધ કેન્સર, હોર્મોનલ અસંતુલન, વંધ્યત્વ અને રોગપ્રતિકારક વિકૃતિઓ સાથે વધુને વધુ જોડાયેલો છે.”
રેડ્ડીએ આ કેમિકલ્સનો સંપર્કમાં આવનારાની વ્યાપકતા તરફ ઈશારો કર્યો હતો અને કહ્યું હતું કે આપણામાંના મોટાભાગના લોકો પહેલાથી જ તેના સંપર્કમાં આવી ચૂક્યા છે. સંશોધનો પરથી જાણવા મળે છે કે આ કેમિકલ્સ વિશ્વભરમાં લગભગ દરેકના લોહીના પ્રવાહમાં હાજર છે.” 2022માં ગ્લોબલ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ રિમેડિયેશનના સંશોધકો દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવાયું હતું કે ટેફલોન-કોટેડ સપાટી પર એક જ સ્ક્રેચ 9,000થી વધુ માઇક્રો- અને નેનોપાર્ટિકલ્સ છોડી શકે છે.
ટેફલોન-કોટેડ કુકવેર અગાઉ 2013 સુધી PFOA (પરફ્લુરોઓક્ટેનોઇક એસિડ) નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા હતા. આ 2013 સુધી ચાલ્યું જ્યારે એક અભ્યાસમાં એ વાત સામે આવી કે તેનાથી વધુ સંપર્કમાં આવવાથી કિડની અને ટેસ્ટિકુલર કેન્સરનો ખતરો વધી જાય છે. આ ટેફ્લોન નવી પેઢીના PFAS કેમિકલ્સનો ઉપયોગ કરીને કરવામાં આવે છે, જેમાંથી કેટલાક સમાન સ્વાસ્થ્ય ચિંતાઓ સાથે પણ સંકળાયેલા છે.
સંશોધકોએ નોંધ્યું છે કે નોન-સ્ટીક કોટિંગમાં એક નાની તિરાડ પણ હજારો સંભવિત હાનિકારક કણો મુક્ત કરી શકે છે, જેનો અંદાજ ભારે ઘસાઈ ગયેલા તવાઓ પર રસોઈ કરતી વખતે લાખો સુધી પહોંચી શકે છે. કદાચ આપણે શું રાંધીએ છીએ તેના પર ફરીથી વિચાર કરવાનો સમય આવી ગયો છે’
ડર ફેલાવવા કરતા જાગૃતિ પર ભાર મૂકતા તેણીએ કહ્યું હતું કે, “આ ડરની વાત નથી પરંતુ તે જાગૃતિ વિશે છે. કારણ કે સ્વાસ્થ્ય ફક્ત હોસ્પિટલોમાં જ બનતું નથી – તે દરરોજ ઘરે, આપણે જે પસંદગીઓ કરીએ છીએ તેના દ્વારા આકાર પામે છે.”
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને ફરી DEOની નોટિસ, શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અંગે ખુલાસો માંગ્યો