લશ્કરના મોસ્ટ વોન્ટેડ આતંકીનો સફાયો:યાસિર ઠાર થતાં પાકિસ્તાની નેટવર્કની કમર તૂટી, 4 આતંકીઓની ચોકડી તૂટી

જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારથી ચાલી રહેલા ઓપરેશન અશદરમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કર્યો છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે શનિવારે જણાવ્યું કે આતંકવાદીની ઓળખ યાસિર તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ, યાસિર પાકિસ્તાની નાગરિક હતો અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હતો.

સૂત્રો અનુસાર, યાસિરનું નામ પહેલગામ આતંકી હુમલાની તપાસ સાથે પણ જોડાયેલું હતું. સુરક્ષા દળોએ શુક્રવારે તેને ઠાર કર્યો હતો. બડગામમાં સેનાનું ઓપરેશન હજુ પણ ચાલુ છે.

લશ્કર-એ-તૈયબા (LeT) નો આતંકી યાસિર સુરક્ષા એજન્સીઓના નિશાના પર હતો. એજન્સીઓ અનુસાર, તે જમ્મુ-કાશ્મીરમાં ઘણા મોટા આતંકી હુમલાઓ સાથે સંકળાયેલા નેટવર્કનો ભાગ રહ્યો છે.

આમાં મે 2024માં પૂંછમાં IAF કાફલા પર હુમલો અને ડિસેમ્બર 2023નો ડેરા કી ગલી (DKG) હુમલો પણ સામેલ છે. 4 મે 2024ના રોજ પૂંછ જિલ્લાના સુરનકોટ વિસ્તારમાં આતંકવાદીઓએ IAFના કાફલા પર હુમલો કર્યો હતો, જેમાં એક જવાન શહીદ થયો હતો.સુરક્ષા એજન્સીઓ અનુસાર, યાસિર (અબુ તલ્હા) 2022થી જમ્મુ-કાશ્મીરમાં સક્રિય ચાર સભ્યોના LeT ગ્રુપનો ભાગ હતો. તેના માર્યા ગયા પછી, આ ગ્રુપમાં માત્ર હાશિમ મૂસા જ બચ્યો છે.

આ ગ્રુપમાં સ્થાનિક LeT આતંકવાદી જુનૈદ રમઝાન ઉપરાંત સુલેમાન, યાસિર અને હાશિમ મૂસાનો સમાવેશ થતો હતો. જુનૈદ રમઝાન પહેલાથી જ માર્યો ગયો હતો. તેના મોબાઇલ ફોનમાંથી સુરક્ષા દળોને ચારેય આતંકવાદીઓની એક તસવીર મળી હતી, જેનાથી એજન્સીઓને આ જૂથ અને J&Kમાં તેના નેટવર્કનો મહત્વપૂર્ણ પુરાવો મળ્યો.

ભાસ્કરને સૂત્રોએ જણાવ્યું કે સુલેમાન પણ એક ઓપરેશનમાં માર્યો ગયો છે. જ્યારે, યાસિરનું મૃત્યુ આજે અશદર ગલીમાં થયું. આ રીતે, મૂળ ચાર સભ્યોના જૂથમાં હવે હાશિમ મૂસા જ સક્રિય સભ્ય બચ્યો છે.સૂત્રો અનુસાર, હાશિમ મૂસા, સુલેમાન અને યાસિરના નામ પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ સાથે પણ જોડાયેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *