અમદાવાદમાં રખડતાં ઢોરના ત્રાસને ડામવા કવાયત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

અમદાવાદમાં રખડતા ઢોરના વધતા ત્રાસને રોકવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપો વચ્ચે હવે શહેર પોલીસ મેદાને આવી છે. શહેર પોલીસ કમિશનરે રખડતા ઢોરના પ્રશ્નને નિયંત્રણમાં લેવા જાહેરનામું બહાર પાડ્યું છે.

જાહેરનામા મુજબ જાહેર કરાયેલા ‘નો-કેટલ ઝોન’ અને ‘કેટલ ફ્રી એરિયા’માં કોઈપણ પશુ માલિક પોતાનું ઢોર જાહેરમાં રખડતું મૂકી શકશે નહીં. નિયમનો ભંગ કરનાર પશુ માલિકો સામે પોલીસ ફરિયાદ નોંધાશે અને જાહેરનામા ભંગ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર ત્રાસ અંકુશ વિભાગ સાથે સંકલન કરીને કાર્યવાહી કરશે. આ ઉપરાંત તમામ પશુ માલિકો માટે આગામી 60 દિવસમાં પોતાના પશુઓનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનાવાયું છે. દરેક પશુને RFID ચીપ અને ટેગ લગાવવાના રહેશે. પશુની માલિકીમાં ફેરફાર, વેચાણ અથવા મૃત્યુ થાય તો તેની જાણ પણ કોર્પોરેશનને કરવી ફરજિયાત રહેશે.

અમદાવાદ (Ahmedabad) શહેરમાં જાહેરમાં રખડતા ઢોરોના કારણે સર્જાતા અકસ્માતો અટકાવવા અને નાગરિકોને સુરક્ષા આપવા માટે મોટો નિર્ણય લેવાયો છે. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર (Police Commissioner) જી.એસ.મલિક (G.S. Malik, I.P.S.) દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ 1951 (Gujarat Police Act 1951) ની કલમ 33(1)(બી)(સી)(ઇ) અન્વયે એક નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ આદેશ અનુસાર, શહેરમાં ટ્રાફિક અને જાનહાનિની સમસ્યા નિવારવા માટે કેટલાક વિસ્તારોને સંપૂર્ણપણે ‘કેટલ ફ્રી એરીયા’ (Cattle Free Area) જાહેર કરાયા છે.

જાહેરનામા હેઠળ રામોલ, વસ્ત્રાલ અને હાથીજણ વિસ્તારને ‘નો-કેટલ ઝોન’ જાહેર કરવામાં આવ્યા છે. સાથે જ જાહેર રસ્તાઓ પર ઘાસચારાના વેચાણ અને જાહેરમાં પશુઓને ઘાસ નાખવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

અમદાવાદ (Ahmedabad) શહેર ભવિષ્યમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 (Commonwealth Games 2030) અને ઓલમ્પિક (Olympic) ની યજમાની કરવાનું હોવાથી, તેમજ વારંવાર વી.આઇ.પી. (VIP) મુવમેન્ટ થતી હોવાથી પૂર્વ ઝોન (East Zone) ના વસ્ત્રાલ (Vastral), રામોલ (Ramol) અને હાથીજણ (Hathijan) વોર્ડના ચોક્કસ વિસ્તારોને ‘નો-કેટલ ઝોન’ (No-Cattle Zone) જાહેર કરાયા છે. આ વિસ્તારોમાં ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ (International Sports Complex) અને મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ (Metro Rail Projects) પણ આવેલા છે. નવા નિયમો મુજબ જે વિસ્તારને પ્રતિબંધિત કરાયો છે તેની સીમાઓ નીચે મુજબ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *