ગુજરાત સહિત 7 મેડિકલ કોલેજો પર ED ના દરોડા, કલોલની સ્વામિનારાયણ કોલેજમાં તપાસ

કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજના ભક્ત વત્સલદાસ સહિત દેશભરમાં સાત મેડિકલ કોલેજો સહિત 15 જગ્યાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અનેક ટીમોએ તપાસ હાથ ધરી મહત્ત્વના દસ્તાવેજી પુરાવાઓ જપ્ત કર્યા છે.
EDએ CBIની ફરિયાદના આધારે ગુજરાતના કલોલ,આંધ્ર પ્રદેશ, તેલંગાણા,મહારાષ્ટ્ર,મધ્ય પ્રદેશ,છત્તીસગઢ,બિહાર,ઉત્તર પ્રદેશ અને દિલ્હીના NCT રાજ્યોમાં 15 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. EDએ કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજના ભક્ત વત્સલદાસના કોલેજમાંથી મળેલા ડેટામાંથી કેટલાક વ્હવહારો મળી આવ્યા છે.કલોલની સ્વામિનારાયણ મેડિકલ કોલેજના ભક્ત વત્સલદાસને મેડિકલ કોલેજોની મંજૂરી માટે લાંચ લઇને ફેકલ્ટી,દર્દી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉણપ છતાં પણ મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવતા CBIએ ફરિયાદ દાખલ કરી હતી અને આ મામલે દેશમાં કર્ણાટક, રાજસ્થાન, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, નવી દિલ્હી,મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં 40 કરતા વધુ મેડિકલ કોલેજોમાં દરોડા પાડી 36 આરોપીઓ, મેડિકલ કોલેજની સામે ગુન્હો દાખલ કર્યો હતો.
કઇ કઇ મેડિકલ કોલેજ પર સર્ચ
કલોલની સ્વામીનારાયણ ઇન્સ્ટિસ્ટૂય ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ રિસર્ચ, છત્તીસગઢના રાયપુરની રાવતપુરા સરકારી ઇન્સ્ટિટ્યૂટ, મધ્ય પ્રદેશના ઇન્દોરની ઇન્ડેક્સ મેડિકલ કોલેજ, વિશાખાપટ્ટનમની ગાયત્રી મેડિકલ કોલેજ,વારંગલની ફાધર કોલંબો ઇન્સ્ટિટ્યૂટ, મેરઠ નેશનલ કેપિટલ રિજન ઇન્સ્ટિટ્યૂટ, ખગરિયાની શ્યામલાલ ચંદ્રશેખર મેડિકલ કોલેજ પર સર્ચ હાથ ધરવામાં આવ્યું છે.