નવું વર્ષ શરૂ થતાં જ ગુજરાતમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ,જાણો ક્યાં અનુભવાયા આંચકા

નવા વર્ષના પ્રારંભે કચ્છના અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપ આવતા રાપર, ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ધરા ધ્રૂજી. જેમાં કચ્છના ભચાઉથી 23 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ છે.

મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં 2024માં ભૂકંપના કુલ 13 આંચકા નોંધાયા છે. જેમાં જાન્યુઆરીમાં 2, ફેબ્રુઆરી-ઓક્ટોબરમાં 1-1, નવેમ્બરમાં 8 જ્યારે ડિસેમ્બરમાં અત્યારસુધી 1 આંચકાનો સમાવેશ થાય છે. જેની સરખામણીએ ગત વર્ષે 2023માં 5, 2022માં 1 જ્યારે 2021માં 7 આંચકા નોંધાયા હતા. એક જ વર્ષમાં એકસાથે 13 આંચકા આવેલા હોય તેવું છેલ્લા 12 વર્ષમાં બન્યું નથી.

13માંથી 7 આંચકામાં કચ્છમાં એપિસેન્ટર હતું. વર્ષ 2024માં 6 આંચકામાં તીવ્રતા ચારથી વધારે નોંધાઇ હતી. જેમાં 15 નવેમ્બરના 4.2ની તીવ્રતાનો આંચકો આવ્યો ત્યારા પાટણથી 13 કિલોમીટર દૂર એપિસેન્ટર હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *