ગુજરાતને મળ્યા નવા ઈન્ચાર્જ DGP, ડૉ. કે.એલ.એન.રાવને સોંપાઇ જવાબદારી

ગુજરાતના પૂર્વ ડીજીપી વિકાસ સહાય આજે સેવા નિવૃત થયા છે. ગુજરાતના ડીજીપી તરીકે અનેક નામો ચર્ચામાં આવ્યા હતા. સરકાર દ્વારા ઈન્ચાર્જ ડો. કે.એલ.એન.રાવને જવાબદારી સોંપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, ડો.કે.એલ.એન. રાવ 1992ની બેંચના IPS અધિકારી છે. નોંધનિય છે કે, રાવ હાલમાં સીઆઈડી ક્રાઈમમાં DGP તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત જી.એસ.મલિક કરતાં ડો. કે.એલ.એન.રાવ સિનિયર છે. કે.એલ.એન.રાવના નિવૃત્તિને 22 મહિનાનો સમય બાકી છે.
ડો. કે.એલ.એન. રાવનો 26 ઓક્ટોબર, 1967 ના રોજ થયો હતો. તેઓના અભ્યાસની વાત કરીએ તો M.Sc., Ph.D કરેલ છે. તેઓ ટીની (તેલંગાણા) ના વતની છે અને 1992 બેચના આઈપીએસ ઓફીસર છે. તેમનું હાલનું પોસ્ટિંગ CID ક્રાઈમના વડા તરીકે છે. તેઓ ઓક્ટોબર-2027 માં નિવૃત થવાના છે.
આ ઉપરાંત ડો. કે.એલ.એન. રાવની અન્ય પોસ્ટિંગ વિશે વાત કરીએ તો, તેઓ જિલ્લા પોલીસવડા તરીકે ખેડા,હિંમતનગર, મહેસાણા જેવા જિલ્લાઓમાં સેવા આપી ચુક્યા છે. એટલું જ નહીં તેઓ રાજકોટ રેન્જ DIG અને અમદાવાદમાં જોઈન્ટ પોલીસ કમિશનર પણ સેવા આપી ચૂક્યા છે. રાવ ઘણા સમય સુધી ગુજરાતની જેલોના વડા તરીકે પણ રહી ચૂક્યા છે.