વિશ્વ ખિતાબથી નવાજાયેલી ગૌરવમય મહિલા ડૉ. કૌશલ્યા દેસાઈને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

  આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શ્રી નવનિધિ દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રીમતી ગીતાબેન અગ્રાવત તથા શ્રીમતી અમર જ્યોતિબા ગોહિલના હસ્તે જાણીતા ગ્રાફોલોજિસ્ટ (એસ્ટ્રોલોજી) ડૉ. કૌશલ્યા દેસાઈને એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ડૉ. કૌશલ્યા દેસાઈએ પોતાના ક્ષેત્રમાં વિશ્વસ્તરે આગવી ઓળખ ઉભી કરી સમાજ અને દેશનું નામ ગૌરવથી ઊંચું કર્યું છે. તેમની આ સિદ્ધિ નિમિત્તે મળેલ સન્માન સમગ્ર સમાજ માટે ગૌરવની વાત છે.

આ કાર્યક્રમ અંતર્ગત વુમન્સ ડે નિમિત્તે એવોર્ડ વિતરણ, ફેશન શો તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ તા. 21-03-2026ના રોજ સાંજે 5:30 કલાકે શિશુવિહાર સંસ્થા, ક્રેસન્ટ રોડ, ભાવનગર ખાતે યોજાયો હતો.

કાર્યક્રમમાં શહેરના અનેક મહાનુભાવો અને આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.   

 (દેસાઈ કૌશલ્યા રમેશચંદ્ર)

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: શું IPL 2026 બાદ નિવૃતિ લેશે મહેન્દ્રસિંહ ધોની? THALAએ દુનિયા સામે શું આપ્યો જવાબ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *