જો-જો વગર કામે બહાર ન નીકળતા, આ તારીખો દરમ્યાન ગરમી ભૂક્કાં કાઢી નાખ

રાજ્યમાં માવઠાના માર બાદ હવે અંગ દઝાડતી ગરમીની આગાહી કરવામાં આવી છે. ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં આવનારા દિવસોમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ 12 થી 20 એપ્રિલ દરમિયાન ગરમીનો પ્રકોપ વધુ ગંભીર બનશે, જેના કારણે લોકો માટે સાવચેતી રાખવી અત્યંત જરૂરી બની રહેશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, દક્ષિણ મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશ જેવા વિસ્તારોમાં તાપમાન 43 થી 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ગુજરાતમાં પણ પરિસ્થિતિ કઠિન બનવાની શક્યતા છે, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પાટણ, હારીજ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલ જેવા વિસ્તારોમાં તાપમાન 42 ડિગ્રીને પાર કરી શકે છે.

આ સાથે મધ્ય ગુજરાતમાં વડોદરા સહિતના વિસ્તારોમાં 43 ડિગ્રી સુધી ગરમી પહોંચવાની શક્યતા છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઉકળાટભર્યું વાતાવરણ અનુભવાશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તાપમાન સરેરાશ 38 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે, પરંતુ રાજકોટમાં તે 41 ડિગ્રીને વટાવી શકે છે. સુરેન્દ્રનગર, મોરબી અને ધાંગધ્રા વિસ્તારમાં પણ તીવ્ર ગરમીનો પ્રભાવ રહેશે.

અંબાલાલની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત અને નવસારીમાં પણ તાપમાન 40 ડિગ્રીની આસપાસ અથવા વધુ રહેવાની શક્યતા છે. આ તીવ્ર ગરમીનો સીધો અસર ખેતી પર પણ પડી શકે છે. ખાસ કરીને મગફળી જેવા પાકોમાં ફૂગજન્ય રોગો ફેલાવાની શક્યતા છે અને પાક સુકાઈ જવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. તેથી ખેડૂતોએ યોગ્ય તકેદારી રાખવી જરૂરી છે.

અમરેલીમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ઉમેદવારો જાહેર થતા જ કાર્યકરો અને હોદ્દેદારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો.
👉 આખી ઘટના અને વિગતવાર માહિતી જાણવા અત્યારે જ ક્લિક કરો-https://www.instagram.com/reel/DW_IzsrjodA/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: આણંદમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલમાં જામ છલકાયા; ત્રણ મહિલાઓ સહિત 19 નબીરાઓ ઝડપાયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *