‘PM મોદી સામે આટલું ન નમો…’: ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ થતાં કેજરીવાલનો Meta સામે ભારે આક્રોશ

કેન્દ્ર સરકાર સામે ઈ-20 ઇથેનોલ (E-20 Ethanol) બ્લેન્ડેડ પેટ્રોલના મુદ્દે મોરચો માંડનાર આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મેટા (Meta) પર અત્યંત ગંભીર આરોપો લગાવ્યા છે. કેજરીવાલે દાવો કર્યો છે કે તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram Account) ભારતમાં પ્રતિબંધિત (Restricted/Blocked) કરી દેવામાં આવ્યું છે. આ મુદ્દે સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કરતા તેમણે મેટાને સવાલ કર્યો હતો કે ‘વડાપ્રધાન મોદી સામે આટલું બધું ન નમો’.
અરવિંદ કેજરીવાલે પોતાના સત્તાવાર X (અગાઉનું Twitter) એકાઉન્ટ પર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક થયાનો સ્ક્રીનશોટ (Screenshot) શેર કર્યો હતો. આ પોસ્ટમાં તેમણે મેટા કંપનીની કાર્યપ્રણાલી અને સેવાની ગુણવત્તા (Service Quality) સામે તીખા સવાલો કર્યા હતા.
તેમણે લખ્યું હતું કે: “તમે મારું એકાઉન્ટ શા માટે બંધ કર્યું છે? ભારતસ્થિત તમારી ઓફિસ (India Office) માંથી મને જણાવવામાં આવ્યું છે કે મારું એકાઉન્ટ ભારતમાં પ્રતિબંધિત (Restricted) કરી દેવાયું છે. આખરે શા માટે? તમારી કંપની તરફથી આ પાછળનું કોઈ સ્પષ્ટ કારણ (Clear Reason) આપવામાં આવ્યું નથી. મેં મોકલેલા તમામ ઇમેઇલ્સ (Emails) ના જવાબમાં પણ કોઈ સ્પષ્ટતા નથી. આ ખૂબ જ ખરાબ સેવાની નિશાની છે.”
પોતાની પોસ્ટમાં આગળ લખતાં આપ (AAP) ના રાષ્ટ્રીય કન્વીનરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને કેન્દ્ર સરકાર પર પણ પરોક્ષ રીતે પ્રહાર કર્યા હતા. તેમણે લખ્યું કે: “આપણા દેશના વડાપ્રધાન સામે આટલું બધું પણ ન નમો (Don’t bow down so much), નહીં તો એક દિવસ તેઓ તમને ભારતમાં ફક્ત તેમનું જ એકાઉન્ટ ચલાવવાની મંજૂરી આપશે.”
ઈ-20 ઇથેનોલ અને PM આવાસ માર્ચ વચ્ચે વિવાદ ગરમાયો
ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ છેલ્લા કેટલાક સમયથી ઈ-20 ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ (E20 Petrol Issue) ની નીતિ સામે સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. આ મુદ્દાને લઈને તાજેતરમાં જ તેમણે વિરોધ પ્રદર્શન (Protest) કર્યું હતું અને પ્રધાનમંત્રી આવાસ (PM Residence March) તરફ માર્ચ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. આપ નેતાઓનો આક્ષેપ છે કે વિરોધનો અવાજ દબાવવા માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર આ પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે.
હાલમાં આ તમામ બાબતો અરવિંદ કેજરીવાલના દાવ પર આધારિત છે. ઇન્સ્ટાગ્રામ કે તેની પેરેન્ટ કંપની મેટા (Meta) દ્વારા આ કથિત કાર્યવાહી અથવા એકાઉન્ટ રિસ્ટ્રિક્ટ (Account Restriction) કરવા પાછળના તાંત્રિક કારણો (Technical Reasons) અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન (Official Statement) સામે આવ્યું નથી.