
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કરતાં ઘણી વાત કરી ઘટી, તેઓ ઘણા નવા કાયદાનો અમલ કરવા જઈ રહ્યા છે તેની વચ્ચે તેમણે ભારત માટે પણ એક મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જે કોઈ દેશ તેમના પર ગમે તેટલો ટેરિફ લગાવે સામે અમેરિકા પણ તે દેશ પર તેટલો જ ટેરિફ લગાવશે. આ વાત તેમણે ચીન, ભારત અને કેનેડા સહિતના દેશ માટે કરી હતી. આ ટેરિફ આગામી 2 એપ્રિલથી લાગુ કરવામાં આવશે.
ડોનાલ્ડ ટ્રમ્પે કરવેરા ઘટાડાની જાહેરાત કરી. ટ્રમ્પે એમ પણ કહ્યું કે ચીન, ભારત અને બ્રાઝિલ જેવા દેશો અમારી પાસેથી ટેરિફ વસૂલ કરે છે. આ સારું નથી. તેમણે કહ્યું કે જે પણ દેશ અમારી પાસેથી ટેરિફ વસૂલ કરે છે અમે પણ તેમની પાસેથી ટેરિફ વસૂલ કરીશું. આ ટેરિફ અમે 2 એપ્રિલથી લગાવવાનું શરૂ કરીશું. ટ્રમ્પે કહ્યું કે ટેરિફ અમેરિકાને ફરીથી સમૃદ્ધ બનાવવા માટે છે.
વધુમાં ટ્રમ્પે કહ્યું કે ” સત્તામાં આવ્યા પછી મેં ઘણા ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. મેં 6 અઠવાડિયામાં 400 થી વધુ નિર્ણયો લીધા. તેમણે કહ્યું કે અમેરિકાને ફરીથી મહાન બનાવવા માટે બધાએ સાથે મળીને કામ કરવું પડશે. આ સમય મોટા સપના જોવાનો છે.”
આજે ટ્રમ્પ અમેરિકા, યુરોપ અને નાટો વચ્ચેના સંબંધો પર એક મોટી રેખા દોરવા જઈ રહ્યા છે. નાટોમાં અમેરિકાની ભૂમિકા અંગે પણ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. ટ્રમ્પના ભાષણને લઈને યુરોપિયન દેશોમાં પણ હલચલ મચી ગઈ છે. એવું માનવામાં આવે છે કે ટ્રમ્પ રશિયા-યુક્રેન યુદ્ધ પર કોઈ મોટી જાહેરાત કરશે. ટ્રમ્પ યુક્રેનને લશ્કરી સહાય અંગે કેટલીક નવી જાહેરાતો પણ કરી શકે છે. બે દિવસ પહેલા જ ટ્રમ્પે યુક્રેનને આપવામાં આવતી લશ્કરી સહાય બંધ કરી દીધી છે તેના આધારે આ નિર્ણય લેવાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
બીજી વખત અમેરિકી રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ ટ્રમ્પે આજે મંગળવારે પહેલી વાર કોંગ્રેસ સંસદને સંબોધિત કરી હતી. આ પ્રસંગે તેમની પત્ની મેલાનિયાએ ઘણા લોકોને ખાસ મહેમાનો તરીકે આમંત્રિત કર્યા હતા. જેમાં એક અમેરિકન શિક્ષકનો પરિવાર પણ સામેલ છે જેમને બંધક બનાવવામાં આવ્યા હતા.
