રાષ્ટ્રપતિના શપથગ્રહણ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવવાની તૈયારીમાં! મીડિયા રિપોર્ટમાં કરાયો દાવો

ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવાના છે. આ પછી તેઓ ભારતની મુલાકાતે આવી શકે છે. એક મીડિયા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. જોકે આ માટેની તારીખ નક્કી કરવામાં આવી નથી.

ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવાના છે. આ પછી તેઓ ભારતની મુલાકાતે આવી શકે છે. એક મીડિયા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. જોકે આ માટેની તારીખ નક્કી કરવામાં આવી નથી. ડોનાલ્ડ ટ્રમ્પ એક ખાસ વિમાન દ્વારા વોશિંગ્ટન પહોંચી ચુક્યા છે, જ્યાં તેમણે નવા રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળવાનો છે. તેમની સાથે તેમની પત્ની મેલાનિયા અને પુત્ર બેરોન પણ હાજર છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની મુલાકાત પણ લઈ શકે છે. રિપોર્ટ અનુસાર ટ્રમ્પ ભારતની મુલાકાત લેવામાં પણ ઇચ્છુક છે. તેઓ આ અંગે તેમના સલાહકારો સાથે વાત કરી રહ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પની આ મુલાકાત એપ્રિલમાં અથવા વર્ષના અંતમાં થઈ શકે છે. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઉપરાંત નરેન્દ્ર મોદીને વ્હાઇટ હાઉસ ખાતે બેઠક માટે આમંત્રણ મોકલવાનો વિચાર પણ ચાલી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *