નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

ભાજપે Gen Z એટલે કે યુવા પેઢી સાથે વધુ મજબૂત સંવાદ સ્થાપિત કરવા માટે નવી કમિટીની રચના કરી છે. આ કમિટીમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સ્મૃતિ ઈરાની, વિનોદ તાવડે અને ઓપી ચૌધરી જેવા નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવી ટીમને Gen Z સાથે સંપર્ક અને સંવાદ અભિયાન શરૂ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

ભાજપે મહત્વપૂર્ણ પહેલ કરી છે. Gen Z સાથે સીધો સંવાદ અને સંપર્ક વધારવાના હેતુથી ભાજપે નવી કમિટીની રચના કરી છે. દિલ્લી સ્થિત ભાજપ કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં આ કમિટીની રચના કરવામાં આવી હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન દ્વારા Gen Zને સાથે સંવાદ કરવા અને તેમના પ્રશ્ન સમજવા માટેની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે.

આ નવી કમિટીમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, વિનોદ તાવડે અને ઓપી ચૌધરી સહિત અન્ય સદસ્યોને પણ જવાબદારી સોંપવામાં આવી છે.ભાજપ હાઈકમાન્ડ દ્વારા નવી ટીમને Gen Z સાથે જલ્દીથી સંવાદ કાર્યક્રમો શરૂ કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત યુવા પેઢી સાથે સતત સંપર્કમાં રહેવા અને તેમની સાથે જોડાયેલા રહેવા માટે સંપર્ક અભિયાન શરૂ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.બેઠક દરમિયાન નવા પદાધિકારીઓને તેમની નવી જવાબદારીઓ અંગે માહિતી આપવામાં આવી હતી. હવે નવી ટીમ Gen Z સુધી પહોંચવા માટે વિવિધ કાર્યક્રમો અને સંવાદના માધ્યમથી અભિયાન શરૂ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *