દિલ્હીની નવી ‘ભાગ્ય રેખા’… 27 વર્ષ બાદ ભાજપના રેખા ગુપ્તા બનશે રાજધાનીના સીએમ

Delhi: દિલ્હીના નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરવામાં આવ્યું છે. શાલીમાર બાગના ધારાસભ્ય રેખા ગુપ્તા દિલ્હીના નવા સીએમ બનશે. પાર્ટીના નિરીક્ષકો રવિશંકર પ્રસાદ અને ઓમ પ્રકાશ ધનખરે એક પછી એક ધારાસભ્યો સાથે વાત કરી અને પછી રેખા ગુપ્તાના નામની જાહેરાત કરી. 27 વર્ષ બાદ રાજધાનીમાં ભાજપની વાપસી થઈ છે.

લાંબા સસ્પેન્સ બાદ બુધવારે સાંજે ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી હતી. શાલીમાર બાગના ધારાસભ્ય રેખા ગુપ્તાને મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપવામાં આવી છે. બીજેપી માટે આ ઐતિહાસિક ક્ષણ છે કારણ કે પાર્ટી 27 વર્ષ બાદ દિલ્હીમાં સત્તામાં પરત આવી છે.

ધારાસભ્યોની બેઠકમાં લેવાયો નિર્ણય

બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ રવિશંકર પ્રસાદ અને ઓમ પ્રકાશ ધનખરે એક પછી એક ધારાસભ્યો સાથે વાત કરી અને દરેકનો અભિપ્રાય જાણ્યા પછી રેખા ગુપ્તાના નામની જાહેરાત કરવામાં આવી. આ પહેલા મુખ્યમંત્રી પદ માટે ઘણા નામો ચર્ચામાં હતા. પરંતુ રેખા ગુપ્તાએ બધાને પાછળ છોડીને જીત મેળવી હતી. તેમના નામની જાહેરાત સાથે જ પાર્ટી કાર્યાલયમાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો અને સમર્થકોએ જોરથી જયઘોષ કર્યો હતો.

રેખા ગુપ્તાના ઘરે ઉજવણી

દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય રેખા ગુપ્તાના ઘરે ઉજવણીનો માહોલ છે. તેમના સમર્થકો ઘરની બહાર મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને તેમના પરિવારના સભ્યોનું ફૂલોથી સ્વાગત કર્યું હતું. ભાજપના કાર્યકરોએ ઢોલ વગાડી અને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. રેખા ગુપ્તાની મુખ્યમંત્રી તરીકે ચૂંટણીને લઈને સમર્થકોમાં ઉત્સાહ છે. આવતીકાલે સવારે 11 વાગ્યે તેઓ મુખ્યમંત્રી પદના શપથ લેશે.

હાલમાં રેખા ગુપ્તા સીએમ બન્યા છે. હવે તેમના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ગુરુવારે સવારે 11 વાગ્યા પછી આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં 25 થી 30 હજાર લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *