દિલ્હીમાં પલટાશે સત્તાની રમત: ભાજપ શાનદાર વિજયની તરફ, AAPને નિરાશા

દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે મતદાન 5 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં પૂર્ણ થયું હતું. આ 70 બેઠકો પર 699 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. મતગણતરી આજે (૮ ફેબ્રુઆરી) સવારે 8 વાગ્યે શરૂ થશે, ત્યારબાદ શરૂઆતના વલણો આવવાનું શરૂ થશે. બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થવા લાગશે.

કાલકાજી સીટ પર ચોથા રાઉન્ડની મતગણતરી બાદ રમેશ બિધુરી 1635 મતોની સરસાઈથી આગળ છે. સીએમ આતિશી હાલમાં પાછળ છે.

આમ આદમી પાર્ટીના લગભગ તમામ મોટા ચહેરાઓ પાછળ ચાલી રહ્યાં છે અરવિંદ કેજરીવાલ, સૌરભ ભારદ્વાજ, આતિશી, સોમનાથ ભારતી, સત્યેન્દ્ર જૈન, અવધ ઓઝા પોતપોતાની સીટો પર ભાજપથી પાછળ છે. મનીષ સિસોદિયા માત્ર જંગપુરા બેઠક પરથી આગળ છે, પરંતુ ત્યાં પણ નજીકની હરીફાઈ ચાલી રહી છે.

નવી દિલ્હી વિધાનસભા સીટ પર મતગણતરીનાં આઠ રાઉન્ડ પૂર્ણ થયા છે. અરવિંદ કેજરીવાલ 450 વોટથી પાછળ છે અને બીજેપીના પ્રવેશ વર્મા ફરી એકવાર આગળ છે.કાલકાજી સીટ પર પોતાની લીડ અંગે રમેશ બિધુરીએ કહ્યું કે, “કાલકાજીની હાલત ખરાબ હતી. અહીંના રસ્તાઓ ખરાબ હતા, પાણી ગંદુ હતું અને ગંદા પાણીનો કોઈ નિકાલ નહોતો. છેલ્લા 10 વર્ષમાં AAPએ અહીં કોઈ કામ કર્યું નથી. છેલ્લા 10 વર્ષમાં દિલ્હીમાં ચાલી રહેલી અરાજકતાને જોતા, આમ આદમી પાર્ટીએ પણ હવે કોંગ્રેસને દિલ્હીથી હટાવવાની જરૂર છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *