વેપારી પરિવારની પુત્રવધૂએ લગ્નના બે જ મહિનામાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરતથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાસ્તવમાં અહીં એક નવવિવાહિત મહિલાએ પોતાના નિવાસસ્થાને આત્મહત્યા કરી હોવાની માહિતી સામે આવી છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પેદા કરી છે. આ તરફ સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક વિગતો મુજબ વેપારી પરિવારમાં લગ્ન કરીને આવેલ 27 વર્ષીય મહિલાએ લગ્નના માત્ર બે મહિનામાં જ જીવનનો અંત લાવી દીધો. તે પોતાના ઘરના ઉપરના માળે આવેલા રૂમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. પરિવારજનોને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
આ ઘટનાની જાણ થતા ઉમરા પોલીસ તરત જ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. હાલ સુધી કોઈ સુસાઇડ નોટ મળ્યું નથી, જેના કારણે આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ બની શક્યું નથી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકનો પરિવાર આર્થિક રીતે સુસ્થિત અને વ્યવસાય સાથે સંકળાયેલો છે. તેમ છતાં, આ દુર્ઘટનાએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. પોલીસે નિયમ મુજબ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી — બે શંકાસ્પદ યુવકો ઝડપાયા-https://www.instagram.com/reel/DXbPCQbjcR3/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: સી આર પાટીલનો AAPને પડકાર, ‘ગત ચૂંટણીમાં મેળવેલી 27 બેઠકો જાળવી બતાવો’