વર્લ્ડ કપ વચ્ચે ક્રિકેટર રિંકુ સિંહના પિતાનું નિધન:ચોથા સ્ટેજનું લિવર કેન્સર હતું

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું શુક્રવારે સવારે લગભગ 4.36 વાગ્યે નિધન થયું છે. તેઓ 60 વર્ષના હતા. તેમને ચોથા સ્ટેજનું લિવર કેન્સર હતું. થોડા દિવસ પહેલા તેમની તબિયત વધુ બગડી હતી, ત્યારબાદ તેમને અલીગઢથી ગ્રેટર નોઇડાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.
પિતાની તબિયત બગડવાની જાણ થતાં જ રિંકુ સિંહ મંગળવારે ટીમ ઇન્ડિયાનો સાથ છોડીને ચેન્નઈથી સીધા નોઇડા પહોંચ્યા હતા. તેમને ટી-20 વર્લ્ડ કપની પ્રેક્ટિસ સેશન છોડવી પડી હતી.
25 ફેબ્રુઆરીએ રિંકુ ચેન્નઈ પાછા ફર્યા હતા અને ટીમ સાથે જોડાઈ ગયા હતા. જોકે, 26 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં ઝિમ્બાબ્વે સામે રમાયેલી સુપર-8ની મેચમાં તેઓ પ્લેઇંગ ઇલેવનનો ભાગ નહોતા. તેઓ સબસ્ટિટ્યૂટ તરીકે મેદાન પર ફિલ્ડિંગ કરી રહ્યા હતા. સૂત્રો અનુસાર, પિતાના નિધનના સમાચાર મળ્યા બાદ રિંકુ ઘરે પરત ફરી રહ્યા છે.
ક્રિકેટર રિન્કુનું બાળપણ ખૂબ જ મુશ્કેલીભર્યું રહ્યું છે. KKR ને આપેલા એક ઇન્ટરવ્યુમાં રિન્કુએ પોતાના જીવન વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું હતું-પરિવારમાં 5 ભાઈઓ છે. પપ્પા સિલિન્ડર ડિલિવરીનું કામ કરતા હતા. અમે પાંચેય ભાઈઓ પાસેથી પણ કામ કરાવતા. અમે બધા ભાઈઓ બાઇક પર 2-2 સિલિન્ડર રાખીને હોટલો અને ઘરોમાં ડિલિવર કરવા જતા હતા. બધાએ પપ્પાને પણ સપોર્ટ કર્યો અને જ્યાં પણ મેચ થતી ત્યાં બધા ભાઈઓ એકસાથે રમવા જતા હતા. મહોલ્લામાં 6-7 બીજા છોકરાઓ હતા, જેમની સાથે પૈસા ભેગા કરીને બોલ લાવતા હતા.
https://www.instagram.com/timenewsguj