રાજકોટના ગલેશ્વર ડિમોલિશન પર કોર્ટનો સ્ટે, 1300થી વધુ પરિવારોને મળી રાહત, નોટિસ રદ્દ

રાજકોટમાં જંગલેશ્વરમાં થનારા ડિમોલિશન પર મોટા સમાચાર સામે આવ્યા છે. હાઈકોર્ટે આ ડિમોલિશનની કાર્યવાહી પર પ્રતિબંધ લગાવ્યો છે. કોર્ટે 1300થી વધુ પરિવારોને ત્રણ મહિનાની રાહત આપી છે. નોંધનીય છે કે તંત્રએ 27 જાન્યુઆરીએ ઘર ખાલી કરવાની નોટિસ આપી હતી.

ગુજરાત હાઈકોર્ટે સુનાવણી દરમિયાન નોટિસ રદ્દ કરી નથી. પરંતુ આ નોટિસ સામે ગુજરાત રેવેન્યુ ટ્રીબ્યુનલમાં જવાનું કહ્યું છે. કોર્ટના આદેશ બાદ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં 3 ફેબ્રુઆરીએ નિર્ધારિત ડિમોલિશન થશે નહીં.

ગુજરાત હાઈકોર્ટે અરજદારોને ગુજરાત રેવેન્યુ ટ્રીબ્યુનલમાં અપીલ કરવા 15 દિવસ અને ટ્રીબ્યુનલે ત્રણ મહિનામાં કેસ ચલાવવાનો આદેશ કર્યો છે. કોર્ટના આ નિર્ણય બાદ અત્યારે 1358 પરિવારોને મોટી રાહત મળી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *