સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી, જાણો ભાજપ-કોંગ્રેસ અને આપનો ક્યાં થયો વિજય?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માટેના મતદાન બાદ હવે તમામની નજર આજના ચૂંટણી પરિણામ પર છે. સુરતમાં AAP માટે મોટો ઝટકો લાગી શકે છે. આપના ઉમેદવાર મનોજ સોરઠિયા હાર તરફ આગળ વધી રહ્યા છે. મનોજ સોરઠિયાને અત્યાર સુધી 6538 મત મળ્યા છે.રાજકોટ મનપામાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે. રાજકોટ મનપાના વોર્ડ નં.16માં કોંગ્રેસની પેનલનો વિજય થયો હતો.
બગસરા તા.પં.ની એક બેઠક પર AAPનો વિજય થયો હતો
-પાટણ ન.પાના વોર્ડ નં.1માં ભાજપના 3, કૉંગ્રેસના એક ઉમેદવારની જીત થઈ છે.
હળવદ તા.પં.માં આમ આદમી પાર્ટીના ચંદુ મોરીનો વિજય થયો છે.
-ગાંધીનગરની મોટી ભોયણી બેઠક પર કૉંગ્રેસનો વિજય થયો છે.
-લાલપુર તા.પં.ની એક બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે.
સાવલી નગરપાલિકાના વોર્ડ નં. 1માં ભાજપની પેનલનો વિજય નોંધાયો છે.
બોટાદ તાલુકા પંચાયતની ચોકડી બેઠક પર ભાજપે જીત મેળવી છે.
કેશોદ નગરપાલિકાના વોર્ડ નં. 1માં ભાજપની પેનલ વિજયી થઈ છે.
દાહોદ જિલ્લાના ડુંગર તાલુકા પંચાયત બેઠક પર ભાજપનો વિજય થયો છે.
બરવાળા તાલુકા પંચાયતની ખાંભડા-1 બેઠક પર ભાજપે જીત નોંધાવી છે.
પોરબંદર મહાનગરપાલિકાના વોર્ડ નં. 9માં ભાજપની પેનલનો વિજય થયો છે.
બહુચરાજી નગરપાલિકાના વોર્ડ નં. 1માં ભાજપની પેનલ વિજયી થઈ છે.
કપરાડા તાલુકા પંચાયતની આંસોલ બેઠક પર ભાજપે જીત મેળવી છે.
રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. આમ આદમી પાર્ટી માટે સારા સમાચાર આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાંથી AAP માટે સારા સમાચાર સામે આવ્યા છે. આકોલવાડી તાલુકા પંચાયતમાં AAPના ઉમેદવાર મનીષ ગોંડલીયાએ 221 મતોથી જીત મેળવી છે, જેના કારણે પાર્ટીએ અહીં પોતાનું ખાતું ખોલ્યું છે.
લુણાવાડા નગરપાલિકાની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. વોર્ડ નં. 5માં ભાજપના રક્ષાબેન પરમાર 1275 મત સાથે જીત્યા છે, જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર કૃપાબેન ખાંટને 1040 મત મળ્યા છે.સાવલી નગરપાલિકાના વોર્ડ નં. 1 અને 2માં ભાજપની પેનલનો વિજય થયો છે. વોર્ડ નં. 2માં ભાજપના ગિરિશ પરમાર, પરેશ ગાંધી, રેખાબેન ચૌહાણ અને સેજલ શાહ વિજયી થયા છે. જ્યારે વોર્ડ નં. 1માં અમરીનબાનુ જાવેદખાન પઠાણ, કિરણબેન ઠાકોર, ત્વરિલ પઠાણ અને મનીષ વસાવાએ જીત મેળવી છે.
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. 4માં કાંટાની ટક્કર જોવા મળી રહી છે. અહીં AAPના રાહુલ ભુવા અને ભાજપના ઉમેદવાર વચ્ચે જોરદાર મુકાબલો ચાલી રહ્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસ બંનેનું ખાતું ખુલ્યું છે. દાહોદ જિલ્લા પંચાયતમાં ભાજપે જીત નોંધાવી છે, જ્યારે બારસનેડા તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવાર રામાભાઈ પારગી વિજયી થયા છે. આમોદ નગરપાલિકાના વોર્ડ નં. 1માં કૉંગ્રેસની પેનલનો વિજય થયો છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: http://આગ ઝરતી ગરમીથી હજુ નહીં મળે રાહત, રાજ્યમાં આટલા દિવસ કાળઝાળ ગરમી પડવાની આગાહી