Corona in India: ભારતમાં કોરોનાની રી-એન્ટ્રી!: બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શિરોડકરને કોરોના થયો, પોસ્ટ શેર કરી આપી જાણકારી

શિલ્પા શિરોડકરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. બોલિવૂડ એક્ટ્રેસે પોતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી માહિતી આપી છે. તેણે લખ્યું, ‘નમસ્તે મિત્રો! મારો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તમે લોકો સુરક્ષિત રહો અને માસ્ક પહેરો.’ ફેન્સ શિલ્પાની પોસ્ટ પર કોમેન્ટ કરી જલદી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. એ જ સમયે કેટલાક લોકોને એ જાણીને આશ્ચર્ય થયું કે લોકોને હજુ પણ કોરોના થઈ રહ્યો છે.
‘બિગ બોસ’ ફેમ શિલ્પા શિરોડકરની થોડા દિવસથી તબિયત ખરાબ હતી. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે તેણે કોરોના માટે ટેસ્ટ કરાવ્યો અને આજે એ પોઝિટિવ આવ્યો છે. શિલ્પાની પોસ્ટ પર કોમેન્ટ કરતાં બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહાએ લખ્યું, “હે ભગવાન! તમારી સંભાળ રાખજો… જલદી સ્વસ્થ થઈ જાઓ.” આના પર શિલ્પા શિરોડકરે લખ્યું, “આભાર સોનાક્ષી. તારું પણ ધ્યાન રાખજો.” ઇન્દિરા કૃષ્ણાએ લખ્યું, “ધ્યાન રાખજો. જલદી સ્વસ્થ થઈ જાઓ.” શિલ્પાએ આના પર હાર્ટ ઇમોજી શેર કર્યું.
90ના દાયકામાં શિલ્પાનું નામ અનિલ કપૂર સાથે જોડાયું હતું. પરિણીત અનિલ કપૂરનું કિમી કાટકર સાથે બ્રેકઅપ થયું હતું. ત્યાર બાદ તેના સંબંધો શિલ્પા સાથે હોવાનું ચર્ચાતું હતું. અનિલ કપૂર ત્યારે ફિલ્મ-પ્રોડ્યુસર્સને ફિલ્મમાં શિલ્પાને લેવાની ભલામણ કરતો. જોકે આ સંબંધો લાંબું ટક્યા નહીં. અનિલ કપૂર ને માધુરી દીક્ષિતની નિકટતાને કારણે એક્ટરના શિલ્પા સાથેના સંબંધોનો અંત આવ્યો હતો.
આ પણ વાંચો, Ahmedabad: અમદાવાદમાં રહેતા 45 વર્ષના બ્રેઇનડેડ હેમંત સોનીની બે કીડની, લીવર, બે આંખો તથા ચામડીનું દાન મળ્યું