રાજકોટ મનપામાં કૉંગ્રેસનું ખાતું ખુલ્યુ, જંગલેશ્વરમાં ડીમોલેશન નડ્યું, કૉંગ્રેસની જીત

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 નું પરિણામ જાહેર થઈ રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકામાં મતગણતરી શરુ થઈ છે. અહીં વોર્ડ નંબર 16 માં કૉંગ્રેસની આખી પેનલની જીત થઈ છે. વોર્ડ નંબર 16માં ભાજપને ડીમોલેશન નડ્યું છે. અહીં કૉંગ્રેસની આખી પેનલની જીત થઈ છે. રાજકોટમાં ઘણા વોર્ડમાં ભાજપ-કૉંગ્રેસની વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે.
રાજકોટ વોર્ડ નંબર 16 માં કૉંગ્રેસની આખી પેનલની જીત
અર્જુન ચૌહાણ
ઇબ્રાહિમ સોરા
દિપ્તીબેન સોલંકી
રસીલાબેન ગરૈયા
રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 1,4,10,13માં ભાજપ આગળ છે. જ્યારે વોર્ડ નંબર 16માં કૉંગ્રેસની આખી પેનલની જીત થઈ છે. રાજકોટ વોર્ડ નંબર 4માં ગણતરી શરુ છે. ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે.