Site icon Time News

Karnataka: કર્ણાટકના CM-ડેપ્યુટી CM વિરુદ્ધ ફરિયાદ દાખલ, ભાજપે રાજીનામાની માગ કરી

પહેલીવાર IPL ચેમ્પિયન બનેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની ઉજવણી બુધવારે એક મોટી દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ. વિજેતા ખેલાડીઓના સ્વાગત માટે ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર એકઠી થયેલી ભીડમાં નાસભાગ મચતાં 11 લોકોના મોત થયા. 33 લોકો ઘાયલ થયા.

સામાજિક કાર્યકર્તા સ્નેહમયી કૃષ્ણાએ આ અંગે ક્યુબન પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર અને ક્રિકેટ બોર્ડના અધિકારીઓ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તેમણે IPCની કલમ 106 હેઠળ કેસ નોંધવાની પણ માગ કરી છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પડી ગયેલો વ્યક્તિ ઊઠી ન શક્યો. ભીડને કારણે એમ્બ્યુલન્સ પણ મોડી પહોંચી. લોકો રસ્તા પર જ ઘાયલોને CPR આપતા રહ્યા. ABM મેડિકલ કોલેજના એક ડૉક્ટરે જણાવ્યું કે મૃતકોમાં મોટાભાગના યુવાનો છે. આમાં 5 મહિલાઓ અને 6 પુરુષો છે. બધાની ઉંમર 13 થી 33 વર્ષની વચ્ચે છે. માથા, કરોડરજ્જુ અને પેટમાં ગંભીર ઈજાઓ થવાને કારણે તેમનું મૃત્યુ થયું.

ઘટના બાદ સાંજે એક પત્રકાર પરિષદને સંબોધતા CM સિદ્ધારમૈયાએ કહ્યું, “હું આ ઘટનાનો બચાવ નથી કરી રહ્યો, પરંતુ દેશમાં પહેલા પણ ઘણા મોટા અકસ્માતો થયા છે, જેમ કે કુંભ મેળામાં 50-60 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જોકે, આનો અર્થ એ નથી કે અમે જવાબદારી બચીએ.”

આ પણ વાંચો, Entertainment: રેડ બિકીનીમાં લોપામુદ્રા રાઉતે કેમેરા સામે આપ્યા કિલર પોઝ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version