Karnataka: કર્ણાટકના CM-ડેપ્યુટી CM વિરુદ્ધ ફરિયાદ દાખલ, ભાજપે રાજીનામાની માગ કરી

પહેલીવાર IPL ચેમ્પિયન બનેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની ઉજવણી બુધવારે એક મોટી દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ. વિજેતા ખેલાડીઓના સ્વાગત માટે ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર એકઠી થયેલી ભીડમાં નાસભાગ મચતાં 11 લોકોના મોત થયા. 33 લોકો ઘાયલ થયા.

સામાજિક કાર્યકર્તા સ્નેહમયી કૃષ્ણાએ આ અંગે ક્યુબન પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર અને ક્રિકેટ બોર્ડના અધિકારીઓ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તેમણે IPCની કલમ 106 હેઠળ કેસ નોંધવાની પણ માગ કરી છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પડી ગયેલો વ્યક્તિ ઊઠી ન શક્યો. ભીડને કારણે એમ્બ્યુલન્સ પણ મોડી પહોંચી. લોકો રસ્તા પર જ ઘાયલોને CPR આપતા રહ્યા. ABM મેડિકલ કોલેજના એક ડૉક્ટરે જણાવ્યું કે મૃતકોમાં મોટાભાગના યુવાનો છે. આમાં 5 મહિલાઓ અને 6 પુરુષો છે. બધાની ઉંમર 13 થી 33 વર્ષની વચ્ચે છે. માથા, કરોડરજ્જુ અને પેટમાં ગંભીર ઈજાઓ થવાને કારણે તેમનું મૃત્યુ થયું.

ઘટના બાદ સાંજે એક પત્રકાર પરિષદને સંબોધતા CM સિદ્ધારમૈયાએ કહ્યું, “હું આ ઘટનાનો બચાવ નથી કરી રહ્યો, પરંતુ દેશમાં પહેલા પણ ઘણા મોટા અકસ્માતો થયા છે, જેમ કે કુંભ મેળામાં 50-60 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જોકે, આનો અર્થ એ નથી કે અમે જવાબદારી બચીએ.”

  • સ્ટેડિયમમાં ફ્રી પાસ સાથે એન્ટ્રી. RCB વેબસાઇટ પરથી પાસ લેવાના હતા. બુધવારે જાહેરાત પછી મોટી સંખ્યામાં લોકો વેબસાઇટની મુલાકાત લેવા લાગ્યા અને સાઇટ ક્રેશ થઈ ગઈ. પાસ મેળવનારાઓની સાથે પાસ વગરના લોકો પણ સ્ટેડિયમમાં પહોંચી ગયા. આ કારણે ભીડનો અંદાજ લગાવી શકાયો નહીં.
  • પ્રાથમિક તપાસ મુજબ, ટોળાએ સ્ટેડિયમમાં પ્રવેશવા માટે 12, 13 અને 10 નંબરના ગેટ તોડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે લાઠીચાર્જ કર્યો. ગટર પર મૂકેલો સ્લેબ તૂટી પડ્યો. હળવા વરસાદ વચ્ચે નાસભાગ મચી ગઈ.
  • બપોરે લગભગ 3:30 વાગ્યે ભીડ વધી ગઈ અને બધા દરવાજા બંધ થઈ ગયા. આ કારણે પાસ ધરાવતા લોકો પણ અંદર પ્રવેશી શક્યા નહીં. હંગામો શરૂ થયો. ગેટ નંબર 10 પર પરિસ્થિતિ વધુ વણસી ગઈ. પોલીસે મહિલાઓ અને બાળકોને પાછળ ધકેલી દીધા, કેટલીક મહિલાઓ બેભાન થઈ ગઈ.
  • સરકારે કહ્યું કે 5 હજાર સુરક્ષા કર્મચારીઓ હતા, પરંતુ ભીડ ખૂબ મોટી હતી. તેથી વિક્ટ્રી પરેડ થઈ શકી નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, આમાંથી મોટાભાગના પોલીસકર્મીઓ 36 કલાક ફરજ પર હતા.

આ પણ વાંચો, Entertainment: રેડ બિકીનીમાં લોપામુદ્રા રાઉતે કેમેરા સામે આપ્યા કિલર પોઝ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *