Gandhinagar: CM ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓ સાથે હાઇલેવલની બેઠક, જાણો અપડેટ્સ

હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે એક અઘોષિત યુદ્ધની સ્થિતિ છે. ઉલ્લેખનિય છે કે, 8મેના રોજ ગુજરાતના કચ્છ જિલ્લામાં ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરાયો હતો. કચ્છના ભૂજમાં પણ ર ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરતા ત્રણ ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા.આ સ્થિતિને જોતા સીમા પરના જિલ્લામાં હુમલાથી શક્યતાને નકારી ન શકાય. આ સ્થિતિને જોતા અને સુરક્ષાની સમીક્ષા કરવા આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.જેમાં અધિકારીઓ અને મંત્રી રહ્યાં  હતા. બેઠક બાદ રાજ્ય ગૃહમંત્રીએ મીડિયા સક્ષમ બ્રીફીંગ કરતા જાણાવ્યું કે, “તમામ વિભાગના અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ બેઠક યોજી હતી. તમામ વિભાગ પાસેથી CMએ   માહિતી મેળવી હતી. સરહદી જિલ્લાના પ્રશાસનને ખૂબ સારી તૈયારીઓ કરી છે, અફવાઓથી દોરાઇને પેનિકથી બચવું અને પ્રસાશન જે પણ માહિતી આપે તેનું પાલન કરો”

પાકિસ્તાન તરફથી સીમા પરના  રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. આ સ્થિતિને જોતા રાજ્યના 18 જિલ્લાઓ હાઈએલર્ટ આ આપવામાં આવ્યું ચે.  જ્યારે બનાસકાંઠા, કચ્છ અને પાટણના સરહદી વિસ્તારના ગામોમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો હતો. જો કે સવારમાં ફરી લાઇટ્સ ચાલુ કરી દેવામાં આવી હતી.

3 રાજ્યોના મુખ્યમંત્રીઓની જે-તે રાજ્યોના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ગુજરાત સહિત  પંજાબ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓની અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. ભૂપેન્દ્ર પટેલની હર્ષ સંઘવી અને ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

આ પણ વાંચો. IPL suspended: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે IPL સસ્પેન્ડ, BCCIનો મોટો નિર્ણય

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/shorts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *