CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય

કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના અભિજીત દિપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને દિલ્હી કેન્ટ સ્થિત ACM કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. હવે તે ત્રણેયને મુક્ત કરવામાં આવ્યા છે. ‘કોકરોચ જનતા પાર્ટી’ના લીગલ હેડ રત્ના સિંહે તેમની મુક્તિની પુષ્ટિ કરી હતી.

કોકરોચ જનતા પાર્ટી (CJP) રવિવારે પણ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરવાની તૈયારીમાં હતી. આ દરમિયાન દિલ્હી પોલીસે સૌરવ દાસ, અભિજિત દીપકે અને આશુતોષ રાંકાને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા. કોર્ટે આ ત્રણેયને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. CJPના વિરોધ પ્રદર્શન સંબંધિત મામલે દિલ્હી કેન્ટ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.

દિલ્હી પોલીસે યુટ્યુબર ધ્રુવ રાઠીને કસ્ટડીમાંથી મુક્ત કરી દીધા છે. તેમને રાત્રે જ છોડી દેવામાં આવ્યા હતા. જોકે, જો તેઓ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા જશે, તો તેમની સામે ફરીથી કાર્યવાહી થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *