ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ

દેશમાં એચએમપીવી એટલે કે હ્યુમન મેટાન્યૂમોવાયરસના કેસો સતત વધી રહ્યા છે. નાગપુરમાં પણ આ વાયરસના ચેપના બે નવા કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં 7 લોકો આ વાયરસનો શિકાર બન્યા છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે કેસ વધવાથી કોવિડ જેવી સ્થિતિ સર્જાશે નહીં. બેંગલુરુ, નાગપુર અને તમિલનાડુમાં બે-બે અને અમદાવાદમાં એક કેસ નોંધાયો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ એક નિવેદન જાહેર કર્યું

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ સોમવારે એક વીડિયો સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યું કે HMPV વાયરસ નવો નથી અને ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાતોએ સ્પષ્ટતા કરી છે કે આ વાયરસની ઓળખ 2001માં થઈ હતી અને ત્યારથી તે આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે એચએમપીવી વાયરસ શ્વસન દ્વારા હવામાં ફેલાય છે અને તે તમામ ઉંમરના લોકોને અસર કરી શકે છે. તેનો વ્યાપ ખાસ કરીને શિયાળા અને વસંતઋતુમાં જોવા મળે છે.

આ પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ લોકોને HMPV વાયરસથી ન ગભરાવવાની અપીલ કરી હતી. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે આ વાયરસ નવો નથી, તે પહેલા પણ આવી ચૂક્યો છે અને હવે ફરી એકવાર તેની અસર દેખાઈ રહી છે. આ અંગેના નિયમો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને માહિતી આપવાનો નિર્ણય લીધો છે અને મીડિયાને માત્ર સત્તાવાર માહિતી પ્રસારિત કરવાની અપીલ કરી છે.તમિલનાડુ સરકારે કહ્યું હતું કે રાજ્યમાં તેના બે કેસ નોંધાયા છે. રાજ્ય સરકારે કહ્યું કે આ વાયરસ નવો નથી અને તે પહેલાથી જ ફેલાયેલ વાયરસ છે, જેની ઓળખ 2001માં કરવામાં આવી હતી. HMPV વાયરસ સ્થિર રહે છે અને ચિંતાનું કારણ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *