20 વર્ષની કરિયરનો આવ્યો અંત, ગુજરાતી ક્રિકેટરે નિવૃત્તિની કરી જાહેરાત

ક્રિકેટ જગતથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતી ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેમણે માત્ર 4 વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી છે. ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. તે 20 વર્ષ ક્રિકેટ રમ્યા જેમાંથી 4 વર્ષ તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પીચ પર વિતાવ્યા. ચેતેશ્વર પૂજારાએ 2005માં ઘરેલુ ક્રિકેટમાં પોતાની પહેલી મેચ રમી હતી. તે ફર્સ્ટ ક્લાસ મેચ હતી, જે સૌરાષ્ટ્ર અને વિદર્ભ વચ્ચે રમાઈ હતી. તેમણે ફેબ્રુઆરી 2025 માં ગુજરાત સામે ફર્સ્ટ ક્લાસ તરીકે પોતાની છેલ્લી મેચ પણ રમી હતી. ચેતેશ્વર પૂજારાએ પોતાની 20 વર્ષની કારકિર્દીમાં 4 વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિતાવ્યા છે.

રાહુલ દ્રવિડ બાદ જો કોઈ ભારતીય ટેસ્ટ ટીમની નવી “દિવાલ” કહેવાયો હોય તો તે ચેતેશ્વર પુજારાની જ ઓળખ હતી. જોકે હવે ચેતેશ્વર પુજારાએ ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને એક યુગનું અંત લાવી દીધું છે. હવે તેઓને માત્ર ઇન્ટરનેશનલ જ નહિ, પણ ડોમેસ્ટિક ક્રિકેટ પણ નહિ રમે. પુજારાએ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ભારત માટે 2023માં રમી હત, જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ હતી. ત્યારપછી તેઓ ટીમમાં પાછા ફર્યા નહીં, અને હવે આખરે તેમને ક્રિકેટને અલવિદા કહી દીધું છે.

ચેતેશ્વર પુજારાએ સોશિયલ મીડિયા પર પોતાના રિટાયરમેન્ટની જાહેરાત કરી. તેમણે એક લાગણીઓથી ભરેલું લાંબું લેખ લખ્યો, જેમાં જણાવ્યું હતું: “ભારતીય જર્સી પહેરવી, રાષ્ટ્રગાન ગાવું અને દરેક વખતએ મેદાન પર ઉતરીને શ્રેષ્ઠ આપવા પ્રયાસ કરવો, આનો અસલી અર્થ શબ્દોમાં વ્યક્ત કરવો અશક્ય છે. પરંતુ જેમ કહેવાય છે, દરેક સારી વસ્તુનો એક અંત હોય છે અને હવે એ સમય આવી ગયો છે. ખૂબજ આભારી મનથી મેં ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. આપના બધા પ્રેમ અને સહયોગ બદલ ખુબ ખુબ આભાર!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *