Site icon Time News

‘ચેમ્પિયન્સ!’ T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક વિજય બદલ PM મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા

ભારતીય ક્રિકેટ ટીમે ICC મેન્સ T20 વર્લ્ડ કપમાં વિજય મેળવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રીએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓની કુશળતા, દૃઢ નિશ્ચય અને ટીમવર્કની વિશેષ પ્રશંસા કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શેર કરેલા એક સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે ટીમની આ જીતથી દરેક ભારતીયનું હૃદય ગર્વ અને આનંદથી ભરાઈ ગયું છે. વધુમાં, તેમણે સ્પર્ધા દરમિયાન ઉત્કૃષ્ટ હિંમત દર્શાવવા બદલ ખેલાડીઓના વખાણ કરતા ઉમેર્યું કે આ વિજય સમગ્ર રાષ્ટ્ર માટે ઉજવણીની ક્ષણ છે.

નોંધનીયછે કે, અમદાવાદના વિશ્વવિખ્યાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ટી-20 વર્લ્ડ કપ 2026 ની મહામુકાબલાની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 96 રનથી ધૂળ ચટાડીને ઐતિહાસિક જીત મેળવી છે. આ ભવ્ય વિજય સાથે ભારતે પોતાનો દબદબો જાળવી રાખીને સતત બીજી વખત વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ઘરઆંગણે રમીને આ ટુર્નામેન્ટ જીતનાર ભારત વિશ્વની પહેલી ટીમ બની ગઈ છે. ભારતીય ખેલાડીઓએ રમતનાં દરેક પાસામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને આ મેચને એકતરફી બનાવી દીધી હતી અને વિશાળ 255 રનનો સ્કોર ઊભો કરીને કીવી ટીમને માત્ર 159 રનમાં સમેટી લીધી હતી.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 2400 પોઈન્ટ તૂટ્યો

Exit mobile version