PMJAYમાં કાર્ડને અપ્રુવલ આપતી એજન્સી બદલાઈ, મામલો હતો ગેરરીતિ સાથે જોડાયેલો

PMJAY યોજનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં PMJAY કાર્ડને અપ્રુવલ આપતી એજન્સી બદલાઈ ગઈ છે. નોંધનિય છે કે, અગાઉ એન્સર નામની એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો હતો. જોકે એન્સર એજન્સીએ ગેરરીતિ આચરતા હવે એજન્સી બદલાઈ ગઈ છે. વિગતો મુજબ નિખિલ પારેખ એન્સર કંપનીનો ગુજરાતનો હેડ હતો. આ સાથે PMJAY યોજનામાં કૌભાંડ બદલ નિખિલ પારેખની ધરપકડ થઈ છે. આ બધાની વચ્ચે હવે એન્સર કંપનીનો ગેરરીતિ બદલ કોન્ટ્રાક્ટ રદ કરી દેવામાં આવ્યો છે.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ પોલીસ તપાસમાં PMJAY યોજનાનો દુરુપયોગની વિગતો સામે આવી હતી. આ તરફ PMJAY કાર્ડને અપ્રુવલ આપતી એજન્સી એન્સર હોવાનું ખૂલ્યા બાદ એન્સર કંપનીના ગુજરાત હેડ નિખિલ પારેખની પણ ધરપકડ કરાઇ હતી. આ દરમિયાન હવે સમાચાર સામે આવ્યા છે કે, PMJAY કાર્ડને અપ્રુવલ આપતી એજન્સી બદલાઈ છે. એપ્રુવલ આપવામાં ગેરરિતી કર્યા બાદ એન્સ એજન્સી બદલાઈ છે.આરોગ્ય વિભાગ દ્વારા PMJAY હેઠળ સારવાર માં મુશ્કેલી માટે નંબર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં દર્દીઓ સારવારમાં મુશ્કેલી જણાય તો વિગતો નંબર પર મોકલી શકે તેના માટે એક નંબર જાહેર કરવામાં આવ્યો હતો. જેની જાણકારી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ટ્વીટ કરી આપી હતી. જેમાં મુશ્કેલી અંગે લેખિત માં 9227723005 પર વ્હોટ્સએપ નંબર પર સંપર્ક કરી જણાવી શકાશે.