Madhya Pradesh: શું કોઈ મહિલા દુષ્કર્મ કરી શકે? હાઈકોર્ટે જાહેર કર્યો મહત્વનો ચુકાદો

એક મહત્વપૂર્ણ ચુકાદામાં મધ્યપ્રદેશ હાઈકોર્ટે સ્વીકાર્યું કે કોઈ મહિલા પોતે બળાત્કાર કરી શકતી નથી, પરંતુ તે કોઈને દુષ્કર્મ માટે ઉશ્કેરી શકે છે. સુનાવણી દરમિયાન, જજોની ખંડપીઠે કહ્યું કે BNS ની કલમ 109 હેઠળ, સ્ત્રી ચોક્કસપણે બળાત્કાર માટે ઉશ્કેરણીનો ગુનો કરી શકે છે.
21 ઓગસ્ટ, 2022 ના રોજ, ભોપાલના છોલા મંદિર વિસ્તારમાં, મહિલાએ FIR નોંધાવી હતી કે મારા પડોશમાં રહેતા એક યુવક અભિષેક ગુપ્તાએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને મેં સંમતિ આપી હતી. જ્યારે હું મારી સંમતિ વ્યક્ત કરવા તેના ઘરે ગઈ, ત્યારે છોકરાના ભાઈ અને માતાએ મને બળજબરીથી એક રૂમમાં બંધ કરી દીધી, ત્યારબાદ આરોપી છોકરાએ મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આરોપીએ તેને ફક્ત એક વાર નહીં પરંતુ ઘણી વખત પોતાના ઘરે બોલાવી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા. તેણે સગાઈ પણ કરી લીધી હતી પણ પછીથી લગ્ન કરવામાંથી ફરી ગયો.આ કેસમાં મહિલાની ફરિયાદ પર આરોપી છોકરા અભિષેક ગુપ્તા વિરુદ્ધ કલમ 376, 109, 506 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ સાથે, તેની માતા અને ભાઈને પણ સમગ્ર કેસમાં સહ-આરોપી બનાવવામાં આવ્યા હતા. એફઆઈઆર નોંધાયા પછી, આરોપીએ ભોપાલ સેશન કોર્ટમાં સુનાવણી માટે અરજી કરી હતી જેને ફગાવી દેવામાં આવી હતી. આરોપીઓએ ચુકાદાને પડકારતા હાઇકોર્ટમાં અરજી કરી. સેશન્સ કોર્ટમાં કેસ ફગાવી દેવામાં આવ્યા બાદ, આરોપીએ કેસને હાઈકોર્ટમાં પડકાર્યો. જોકે, હાઈકોર્ટે સેશન્સ કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો અને આરોપી અભિષેક અને તેની માતા અને ભાઈને સહ-આરોપી બનાવવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો અને ટિપ્પણી કરી કે પીડિતા પર બળાત્કાર થયો ત્યારે આરોપીની માતા અને ભાઈ હાજર હતા. આવી સ્થિતિમાં, તેમની સંડોવણીને નકારી શકાય નહીં.
કોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે જો કોઈ મહિલા બળાત્કાર ન કરી શકે, તો પણ તે ચોક્કસપણે કોઈને આવું કરવા માટે ઉશ્કેરી શકે છે, દુષ્કર્મના ગુના સમયે આરોપી માતા અને તેનો દીકરો હાજર હતા અને તેમણે પીડિતાને તેમના બીજા દીકરા સાથે રુમમાં પૂર્યાં હતા જે પછી દુષ્કર્મ થયું હતું.
આ પણ વાંચો, Vikram Thakor: વિક્રમ ઠાકોર રાજકારણમાં જોડાશે?, રાજકીય પક્ષમાં જોડાવા અંગે આપ્યું મોટું નિવેદન