Site icon Time News

Nagpur: નાગપુર હિંસાના માસ્ટરમાઇન્ડના ઘરે ચાલ્યું બુલડોઝર, પોલીસની હાજરીમાં ગેરકાયદેસર ભાગને તોડી પડાયું

નાગપુરમાં ગત અઠવાડિયે ભડકેલી હિંસામાં એક ડઝનથી વધુ પોલીસ કર્મી ઘાયલ થયા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં રસ્તા પર ઉભી રહેલી ગાડીઓને આગના હવાલે કરવામાં આવી હતી જ્યારે દુકાનો પર પણ તોડફોડ કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે આ હિંસાનો માસ્ટરમાઇન્ડ ફહીમ ખાન નામનો શખ્સ હતો જેના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.

નાગપુર મહાનગરપાલિકાની ટીમ બુલડોઝર લઇને ફહીમ ખાનના ઘરે પહોંચી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા હતા. ફહીમ ખાન બુરખાનો વેપારી છે. માનવામાં આવે છે કે તેને કેટલાક વીડિયો જાહેર કર્યા હતા જેમાં તેને ઉત્તેજક નિવેદન આપ્યા હતા જેનાથી લોકો ભડકી ગયા હતા. ફહીમ ખાનની મંગળવારે પોલીસે ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો.ફહીમ ખાન સહિત કૂલ 6 લોકો વિરૂદ્ધ પોલીસે દેશદ્રોહનો કેસ નોંધ્યો હતો. ફહીમ ખાન માઇનોરોટી ડેમોક્રેટિક પાર્ટીના નામના પક્ષનો શહેર પ્રમુખ રહ્યો છે. તે કેટલીક વખત પોલીસને લઇને પણ આપત્તિજનક ટિપ્પણી કરતો રહ્યો છે. તંત્રએ ફહીમ ખાનના તે ઘરના તે ભાગને તોડી પાડ્યું છે જે ગેરકાયદેસર દબાણ કરીને બનાવવામાં આવ્યું હતું. નાગપુર મહેલ વિસ્તારમાં આ હિંસા થઇ હતી જ્યાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નું કાર્યાલય પણ છે. RSSનું કાર્યાલય હિંસા ધરાવતા વિસ્તારથી થોડા અંતર પર જ છે.નાગપુર મહાનગરપાલિકાએ કેટલાક દિવસ પહેલા ફહીમ ખાનના પરિવારને નોટિસ મોકલી હતી જેમાં પાલિકાએ જણાવ્યું હતું કે કેવી રીતે તેનું ઘર નિયમોનું ઉલ્લંઘન કરીને બનાવવામાં આવ્યું છે. ઘર બનાવ્યા પહેલા ઓથોરિટી પાસે નકશો પણ પાસ કરાવ્યો નહતો. નાગપુરના યશોધરા નગર સ્થિત સંજય બાગ કોલોનીમાં ફહીમ ખાનનું ઘર છે. મહત્ત્વપૂર્ણ છે કે ફહીમ ખાન જેલમાં બંધ છે અને તંત્રએ તેના ઘર પર બુલડોઝર ચલાવ્યું છે.

આ પણ વાંચો, ઓફ શૉલ્ડર ગાઉન પહેરી કેમેરાની સામે ઠૂમકા મારતી નિમરત કૌર, 42ની ઉંમરમાં આપ્યા આવા પૉઝ

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/shorts

Exit mobile version